માત્ર 10 મિનિટમાં બની જશે બ્રેડના મોદક, બનાવો આ ગણેશ ચતુર્થીએ

મોદક માત્ર 10 જ મિનિટમાં ઘરે પણ બનાવી શકાય છે
મોદક માત્ર 10 જ મિનિટમાં ઘરે પણ બનાવી શકાય છે

divyabhaskar.com

Sep 12, 2018, 10:00 AM IST

રેસિપિ ડેસ્ક: ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બર ગુરૂવારે છે. ગણેશ ચતુર્થીએ લગભગ બધાંના ઘરે ગણેશજીને ધરાવવા મોદક તો લાવવામાં આવે જ છે. પરંતુ માર્કેટમાંથી તૈયાર લાવવાની જગ્યાએ ખૂબજ ટેસ્ટી મોદક માત્ર 10 જ મિનિટમાં ઘરે પણ બનાવી શકાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ક્વિક મોદકની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ ઘરે જ બનાવી ધરાવો ગણપતિને.

ક્વિક મોદક
સામગ્રી


5-6 સફેદ બ્રેડ (બ્રેડ એકદમ ફ્રેશ હોવી જોઇએ.)
200 ગ્રામ પનીર
અડધી ચમચી કેસર ઓગાળેલું દૂધ
અડધી ચમચી ઇલાયચી પાવડર
ત્રણ મોટી ચમચી મિલ્કમેડ
એક કપ સૂકા નારિયેળનો પાવડર
જરૂર મુજબ ઘી
સજાવટ માટે કેસર અને પિસ્તાની કતરણ


રીત


સૌપ્રથમ બ્રેડની કિનારીઓ કાપી લો. બ્રેડ હંમેશાં સોફ્ટ અને એકદમ તાજી લેવી. ત્યારબાદ બ્રેડને મિક્સર ઝારમાં લઈ ક્રશ કરી લો. હવે આ બ્રેડના ભૂકાને એક બાઉલમાં લો. ત્યારબાદ અંદર પનીરને આદુ છીણવાની ઝીણા કાળાવાળી છીણીથી ખમણી લો. ત્યારબાદ અંદર અડધી ચમચી દૂધમાં થોડું કેસર ઓગાળીને નાખો અને અડધી ચમચી દળેલી ઈલાયચી નાખો,. ત્યારબાદ અંદર ગળપણ માટે એક-એક ચમચી મિલ્ક મેડ નાખતા જાઓ અને મસળતા જાઓ. મિશ્રણને હાથથી બરાબર મસળતા જવું. થોડું સોફ્ટ હશે. હવે અંદર નારિયેળનો પાવડર નાખી ફરીથી બરાબર મસળો. ત્યારબાદ થોડું ઘી નાખી ફરી થોડું મસળી લો.


મિશ્રણ વધારે સોફ્ટ લાગે તો થોડીવાર ફ્રિજમાં મૂકવું. ત્યારબાદ હાથથી જ મોદક બનાવો, નહીં જરૂર પડે મોલ્ડની. બન્ને હાથમાં થોડું-થોડું ઘી લગાવી ગોળો બનાવી પાણીના ટીપા જેવો આકાર આપો. ત્યારબાર ફોકથી ઉપરની તરફ સ્ટ્રીપ પાડી મોદક જેવો આકાર આપો. આ જ રીતે બધા જ મોદક તૈયાર કરો. ત્યારબાદ ઉપર કેસર અને પિસ્તાની કતરણ લગાવી સજાવો. તૈયાર છે ખૂબજ ટેસ્ટી અને સુંદર મોદક.

સાંજની ચા-કૉફી સાથે માણો તીખી પેનકેક તરીકે ઓળખાતી સરવા પીંડીની મજા

X
મોદક માત્ર 10 જ મિનિટમાં ઘરે પણ બનાવી શકાય છેમોદક માત્ર 10 જ મિનિટમાં ઘરે પણ બનાવી શકાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી