ડિનરમાં ટ્રાય કરો કઈંક હટકે, સૂરણની ખીચડી, કોર્ન કઢી સહિત 6 અવનવી વાનગીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: રોજ શું ખાવું એ પ્રશ્ન તો લગભગ દરેક ગૃહિણીને સતાવતો હોય છે. એવું તો શું બનાવવું કે, ઘરમાં નાનાં-મોટાં બધાંને ભાવે, એ ચિંતા રોજ રહે જ. બપોરે તો લગભગ ગુજરાતી ઘરોમાં દાળ-ભાત શાક-રોટલીનું મેનુ લગભગ ફિક્સ જ હોય છે, પરંતુ ડિનર માટે રોજનું ટેન્શન હોય જ છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ  6 ટેસ્ટી અને હટકે વાનગીઓની રેસિપિ, જે ચોક્કસથી ઘરમાં ભાવશે બધાંને. 


નોંધી લો મકાઈની કઢી, મિક્સભાજીની સબ્જી, મગની દાળ-મૂળાની ભાજીના ભજીયા, સૂરણની ખીચડી, ચોખા અને ચીઝના વડા અને મકાઇની ખીચડીની સરળ અને ઝટપટ રેસિપિ... 


મિક્સભાજીની સબ્જી  
 સામગ્રી: 


-સરસવની અથવા સુવાની ભાજી – ૨૫૦ ગ્રામ 
-પાલકની ભાજી – ૨૫૦ ગ્રામ 
-તાંદળજાની ભાજી – ૨૫૦ ગ્રામ 
-આદુંની પેસ્ટ – ૧ નાની ચમચી 
-લસણની કળી – ૪થી ૫ 
-ડુંગળી – ૨ નંગ 
-લીલાં મરચાં – ૨-૩ નંગ 
-ટામેટા – ૨ નંગ 
-જીરું – ૧ ચમચી -તેલ અથવા માખણ – ૩ ચમચા 
-લીંબુનો રસ – ૧ ચમચી 
-ચીઝનું છીણ – ૧ ચમચો 
-મીઠું – સ્વાદ મુજબ -
સલગમ – એક   


રીતઃ 


સરસવ, પાલક અને તાંદળજાની ભાજી ઝીણી સમારી ધોઇ લો. એમાં સલગમનું છીણ, મીઠું નાખી બાફો.ભાજી એકરસ થાય એટલે એક વાસણમાં ઠંડી થવા દો.બીજી કડાઇમાં માખણ કે તેલ મૂકી તેમાં જીરું, આદુંની પેસ્ટ, મરચાં, ડુંગળી, લસણ, ટામેટાને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.ત્યાર બાદ ભાજી અને લીંબુનો રસ નાખવો. ઉપર છીણેલું ચીઝ ભભરાવવું.  


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો આવી જ વધુ વાનગીઓની રેસિપિ...

અન્ય સમાચારો પણ છે...