બાળકોને કટાણે લાગતી ભૂખ સંતોષશે આ 4 ફટાફટ બનતી હેલ્ધી વાનગીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: બાળકો જમવાના સમયે સરખુ જમે નહીં અને પછી ટાણે-કટાણે ગમેત્યારે તેમને ભૂખ લાગી જતી હોય છે. આ સમયે કેટલીક ક્વિક રેસિપિ બહુ કામ લાગી જતી હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી 4 ક્વિક રેસિપિની રેસિપિ, જે ફટાફટ બની જશે અને બાળકોની ભૂખ સંતોષશે અને સાથે-સાથે તેમના માટે હેલ્ધી પણ છે.

નોંધી લો ગાંઠિયાનું શાક, નમકીન પાસ્તા, મમરાનાં ઢોકળાં અને ખજૂર કેકની સરળ અને ઝટપટ રેસિપિ...

 

ખજૂર કેક
સામગ્રી

 
- સો ગ્રામ ઠળિયા વગરની ખજૂર
- પચાસ ગ્રામ અખરોટના ટુકડા
- અડધો કપ બારીક સમારેલું ડ્રાયફ્રૂટ
- ચારસો ગ્રામ કંડેન્સ્ડ મિલ્ક
- એક કપ રિફાઇન્ડ ઓઇલ
- એક કપ મેંદો
- એક કપ ઘઉંનો લોટ
- એક નાની ચમચી બેકિંગ પાવડર
- એક નાની ચમચી સોડા
- ચપટી મીઠું
- પોણો કપ પાણી
- એક કપ ખાંડ
 
રીત
 
ખજૂરને ઝીણી સમારી લો. હવે કંડેન્સ્ડ મિલ્ક, ખાંડ અને તેલને મિક્સ કરીને ફેટો. મેંદો, ઘઉંનો લોટ, બેકિંગ પાવડર અને સોડામાં મીઠું મિક્સ કરી દો.  મિશ્રણને એટલું ફેંટો કે તે ફૂલીને ડબલ થઈ જાય. હવે ઘી લગાવેલા વાસણમાં કેકનું મિશ્રણ નાંખી ઉપરથી ખજૂર ફેલાવી દો. ઓવનને પહેલાં ગરમ કરો. પછી ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પોણો કલાક સુધી બૅક કરો. તૈયાર થઈ ગઈ ખજૂર કેક.

 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય ક્વિક રેસિપિ.....

અન્ય સમાચારો પણ છે...