ઘરે જ બનાવો 3 જૈન+સ્વામિનારાયણ વાનગીઓ, ભાવશે ચોક્કસથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યૂટિલિટી ડેસ્ક: આપણે ત્યા જૈન વાનગીઓ ખાનારો વર્ગ બહુ મોટો છે. જેઓ લસણ-ડુંગળી નથી ખાતા. આ સિવાય સ્વામિનારાયણ ધર્મ પાળતા લોકો પણ લસણ-ડુંગળી નથી ખાતા. આજે અમે સ્પેશિયલ આ લોકો માટે લાવ્યા છીએ 3 જૈન વાનગીઓનું એક ખાસ પેકેજ. તો રાહ કોની જુઓ છો? નોંધી લો મિક્સ વેજ થેપલા, ઓટસ રગડા પેટીસ અને પાલક ખીચડીની રેસિપિ....


મિક્સ વેજ થેપલા


સામગ્રી


-દોઢ કપ ઘઉંનો લોટ

-અડધો કપ વેજિટેબલ્સ (કેપ્સિકમ, વટાણા, ફણસી)

-અડધી ટીસ્પૂન હળદર

-એકથી બે ટીસ્પૂન લાલ મરચું

-પાંચથી છ પાલકના પાન

-એક ચમચી લીલું મરચું

-મીઠું જરૂર મુજબ

-મોણ માટે તેલ


રીત


પાલકને ધોઈ 2થી 3 મિનિટ માટે ઉકાળેલા ગરમ પાણીમાં ડુબાવીને કાઢી લો. વટાણા, ફણસીને ઉકળતા પાણીમાં ચપટી સાકર અને મીઠા સાથે બોઈલ કરો. મિક્સરમાં કેપ્સિકમ, વટાણા, ફણસી, પાલક નાખી પ્યુરી બનાવો. લોટમાં બધા મસાલા, મીઠું, તેલ નાખી પ્યુરી નાખી કણક બાંધો. (પાણીની જરૂર લાગે તો જ નાખવું) ગોળા વાળી થેપલા વણો. પેન પર તેલ વડે થેપલા શેકીને નાસ્તામાં સર્વ કરો.


આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને માણો અન્ય જૈન વાનગીઓનો સ્વાદ...