ચટણી / રેસિપી: ભજીયા, સમોસાના ટેસ્ટમાં વધારો કરતી તલ-કોથમીરની ચટણી

Recipe: Tasty sesame coriander chutney

divyabhaskar.com

Feb 11, 2019, 05:58 PM IST

રેસિપી ડેસ્ક: ચટણી વગર તો કોઇપણ ફરસાણનો ટેસ્ટ અધૂરો રહે છે. ચટણી અલગ-અલગ ટેસ્ટમાં અને અલગ-અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. ભજીયા, સમોસા, કચોરી બધાં સાથે લઇ શકાય તેવી ટેસ્ટી તલ-કોથમીરની ચટણીની રેસિપી.


તલ-કોથમીરની ચટણી


સામગ્રી
3 કપ સમારેલી કોથમીર
1/2 મોટો ચમચો સફેદ તલ
1 ચમચી જીરું
1થી 1/2 ચમચી મીઠું
1 ચમચી દાડમના દાણા
2 લીલા મરચા
1 લીંબુનો રસ
થોડું સમારેલું આદુ

રીત
સૌપ્રથમ કોથમીરને સાફ કરી સમારો. તલને તવા પર શેકી નાંખો. હવે કોથમીર, તલ, દાડમના દાણા, આદુ, જીરું, લીલા મરચાં, મીઠું અને લીંબુનો રસ મિક્સરમાં નાંખી, તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર વાટી લો. એકદમ બારીક ચટણી તૈયાર થઈ જાય એટલે વાટકામાં કાઢી લો. આ ચટણીનો ખારી પૂરી કે પુલાવ સાથે પણ ઉપયોગ થઇ શકે.

X
Recipe: Tasty sesame coriander chutney
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી