માત્ર 1 જ મહિનામાં વાળની સમસ્યાઓ કરશે દૂર, રોજ પીઓ સરગવાના પાનનો સૂપ

સરગવાની સીંગો તો તમે બધા ખાતા જ હશો અને તેના ફાયદા પણ જાણતા હશો

divyabhaskar.com | Updated - Dec 01, 2018, 10:00 AM
Recipe of very Healthy Moringa leaves soup to get rid of hair Problems in 30 days

રેસિપિ ડેસ્ક: સરગવાની સીંગો તો તમે બધા ખાતા જ હશો અને તેના ફાયદા પણ જાણતા હશો. સરગવાની સીંગોનો રસોઇમાં અલગ-અલગ રીતે ઉપયોગ થાય છે. દાળમાં, શાકમાં વગેરેમાં. સરગવાનું બોટનિકલ નામ મોરિંગા છે. તમે સરગવાના ઉપયોગ વિશે જાણતા હશો પણ સરગવાના પાન એટલે કે મોરિંગાના પાન વિશે નહીં જાણાતા હોય. સરગવાના પાનમાંથી રીચ એન્ટિ ઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, વિટામિન એ અને ઝીંક સહિત 8 જરૂરી તત્વો મળી રહે છે. રોજ સવારે બ્રેકફાસ્ટ સાથે સરગવના પાનનો સૂપ લેવથી વાળ ડ્રાય બનતા નથી અને ડેન્ડ્રફની સમસ્યામાંથી કાયમ માટે છૂટકારો મળે છે. ઉપરાંત રોજ તેના સેવનથી માત્ર એક જ મહિનામાં વાળ સિલ્કી બની જાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ આજથી જ ટ્રાય કરો મોરિંગાના પાનનો સૂપ.


મોરિંગાના પાનનો સૂપ
સામગ્રી


2 કળી ક્રશ કરેલું લસણ
1 નાની સમારેલી ડુંગળી
1 ટેબલસ્પૂન વેજિટેબલ ઓઇલ
1 કપ ક્રશ કરેલ સ્વીટ કોર્ન
2 કપ મોરિંગા પાન


રીત


સોસ પેનમાં તેલ ગરમ કરી લસણ સાંતળી લો, ત્યારબાદ તેમાં ડુંગળી અને મીઠું નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં પાણી અને ક્રશ કરેલ સ્વીટ કોર્ન ઉમેરો. પાણીને 15 મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાંથી કોર્નનાં છૂટાં પડેલ છોતરાં કાઢી લઈ મોરિંગાનાં પાન નાખી 1 મિનિટ સુધી ઉકળવા દો. હવે ગેસ બંધ કરી મિક્સરમાં કે બ્લેન્ડરમાં પાન એકરસ ન થાય ત્યાં સુધી બરાબર ક્રશ કરી ફરીથી 2-3 મિનિટ ગેસ પર ઉકળવા મૂકો. ગેસ બંધ કરી ગરમાગરમ જ મજા લો.

X
Recipe of very Healthy Moringa leaves soup to get rid of hair Problems in 30 days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App