સંખ્યાબંધ ફાયદા આપતી કમળકાકડી પૂજા સિવાય ઉપયોગી છે ખાવામાં પણ, બનાવો ખૂબજ ટેસ્ટી અથાણું

કમળાકાકડીના ફાયદા જાણતા લોકોના ઘરમાં કમળકાકડીનું અથાણું, ચિપ્સ, ભજીયાં અને સૂકું શાક બનાવવામાં આવે છે

divyabhaskar.com | Updated - Dec 01, 2018, 10:00 AM
આ અથાણાંને એરટાઇટ ડબ્બામાં 3થી
આ અથાણાંને એરટાઇટ ડબ્બામાં 3થી

રેસિપિ ડેસ્ક: કમળકાકડી ખૂબજ હેલ્ધી ફૂડ છે, જેમાંથી મિનરલ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાઇમીન, ઝિંક, વિટામિન C, વિટામિન B6, આયર્ન અને એવા જ અનેક પોષક તત્વો મળી રહે છે. અનેક મોટા-મોટા રોગો મટાડવામાં મદદરૂપ બની રહે છે કમળકાકડી. એટલે જ ચાઇનીઝ કુઝીન અને દવાઓમાં કમળકાકડીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હા જોકે કમળાકાકડીના ફાયદા જાણતા લોકોના ઘરમાં કમળકાકડીનું અથાણું, ચિપ્સ, ભજીયાં અને સૂકું શાક બનાવવામાં આવે છે. આજે અમે લાવ્યા છીએ કમળકાકડીનું અથાણું અને સુકા શાકની રેસિપિ.


આ રીતે ધોવો કમળકાકડી

કમળકાકડીને સરખી રીતે ધોવો. બંને તરફથી ડાંડલી કાપી લો. હવે તેની છાલ ઉતારીને ગોળાકારમાં સમારી લો.


આ રીતે કરો બ્લોંચ

3થી 4 કપ પાણી ઉકાળો. ઉકળતા પાણીમાં કમળકાકડીના ટુકડા નાખો. તેને આશરે 5થી 6 મિનિટ સુધી ઉકળવા દો. ધ્યાન રાખો આ ટુકડા સંપૂર્ણપણે બફાય ન જાય.


આ રીતે સુકાવો

થોડી વાર પછી કમળકાકડીના ટુકડાને ગાળીને ઠંડા પાણીમાં ડુબાવી દો. 10 મિનિટ પછી તેને ફરીથી ગાળી લો. આ ટુકડાને સૂતરાઉં કપડાંમાં નાખી દો, જેથી તેનું વધારાનું પાણી કપડાંમાં શોષાઈ જાય. પછી તેને કપડાંથી દબાવીને સરખી રીતે સુકાવી લો.


નોંધ

આ અથાણાંને એરટાઇટ ડબ્બામાં 3થી 4 સપ્તાહ માટે સ્ટોર કરી શકાય છે.કમળકાકડીનું અથાણું
સામગ્રી


100 ગ્રામ કમળકાકડી

100 ગ્રામ શતાવરીનો છોડ

3 ટીસ્પૂન રેડિમેડ અથાણાંનો મસાલો

2 ટીસ્પૂન સનફ્લાવર ઓઇલ

મીઠું સ્વાદ મુજબ

8 ગ્રામ પોટેટો સ્ટાર્ચ

3 ગ્રામ આદું

30 ગ્રામ ઓરેગાનો

1 લેટ્યૂસ (એક પ્રકારની ભાજી)

5 ગ્રામ સ્પ્રિંગ ઓનિયન

3 ગ્રામ તાજું લાલ મરચું

થોડાં ફ્રાઇડ લોટસ રૂટ

રીત

ફ્રાઇંગ પેનમાં તેલ નાખીને કમળકાકડી અને શતાવરીનો છોડ નાખો. હવે પોટેટો સ્ટાર્ચ, આદું, અથાણાંનો મસાલો, લેટ્યૂસ અને મીઠું નાખો. ઉપરથી ઓરેગાનો તથા થાઇમ, સ્પ્રિંગ ઓનિયન, તાજું લાલ મરચું અને ફ્રાઇડ કમળકાકડી નાખીને સર્વ કરો.

X
આ અથાણાંને એરટાઇટ ડબ્બામાં 3થીઆ અથાણાંને એરટાઇટ ડબ્બામાં 3થી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App