પાણીપૂરી / રેસિપી: ઘરે જ બનાવો બહાર મળતી પાણીપૂરી જેવાં ત્રણ જાતનાં ટેસ્ટી પાણી

divyabhaskar.com | Updated - Jan 30, 2019, 05:30 PM
Recipe of three types water for delicious Panipuri

રેસિપી ડેસ્ક: પાણીપૂરી અલગ-અલગ નામે અલગ-અલગ જગ્યાએ મળે છે. ક્યાંક પાણીપૂરી તો ક્યાંક પકોડી, ક્યાંક ગોલગપ્પા તો ક્યાંક પુચકા, પણ દેશભરમાં બધા જ લોકો પાણીપૂરીના દિવાના છે એ નક્કી. પાણીપૂરીમાં સૌથી મહત્વનું છે તેનું પાણી. પાણીનો ટેસ્ટ સરસ હોય એટલે બની ગઈ પાણીપૂરી. આ રીતે ઘરે બનાવો તીખુ, ગળ્યું અને ખાટું પાણી.

સ્પાઇસી પાણી

સામગ્રી
ચાર ચમચી આંબોળીયાની પેસ્ટ
બે ચમચી ગરમ મસાલો
એક ચમચી શેકેલા જીરુંનો પાવડર
એક ચમચી સંચળ
સ્વાદ અનુસાર મીઠું
અડધો કપ ખાંડ
એક ચમચી વરિયાળીનો પાવડર
અડધી ચમચી લીલી ઇલાયચી પાવડર
100 ગ્રામ લીલી કોથમીર
6-7 લીલાં મરચાં
દોઢ ચમચી આદુની પેસ્ટ
બે ચમચી ફુદિના પાવડર


રીત
સૌપ્રથમ આંબોળીયાંને બરાબર ધોઇને ત્રણ કલાક પીવાના પાણીમાં પલાળી મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ ચમચીથી દબાવી-દબાવીને ગાળી લો. આ પલ્પને એક મોટા બાઉલમાં લો. ત્યારબાદ મિક્સર જારમાં કોથમીર, લીલાં મરચાં, અડધી ચમચી કાળામરી, આદુની પેસ્ટ, બે ચમચી ફુદિના પાવડર અને થોડું પાણી નાખી એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો અને એક બીજા બાઉલમાં કાઢી લો.

હવે ખાટા પાણી માટે એક મોટા બાઉલમાં ચાર ચમચી આંબોળિયાની પેસ્ટ અને ત્રણા ચમચી લીલા મસાલાની પેસ્ટ લો. ત્યારબાદ અંદર એક લિટર પાણી નાખો. ત્યારબાદ અંદર એક ચમચી કાળામરી, જરૂર મુજબ મીઠું, એક ચમચી શેકેલા જીરુનો પાવડર નાખો અને બરાબર મિક્સ કરી લો.

બજારમાં આ પાણીમાં થોડો ગ્રીન કલર નાખી ડાર્ક ગ્રીન બનાવવામાં આવે છે. તમે પણ ઇચ્છો તો ફૂડ કલરનો ઉપયોગ કરી શકો છો.

ગળ્યું પાણી

રીત
એક મોટા બાઉલમાં ચાર ચમચી આંબોળિયાની પેસ્ટ લો. સાથે બે ચમચી લીલા મસાલાની પેસ્ટ, એક ચમચી જીરું પાવડર, એક ચમચી સંચળ, સ્વાદ અનુસાર મીઠું, અડધો કપ ખાંડ, એક ચમચી વરિયાળી પાવડર, અડધી ચમચી ઇલાયચી પાવડર અને એક લિટર પાણી નાખો બધું જ બરાબર મિક્સ કરી લો. ખાંડ બરાબર ઓગળી જવી જોઇએ.

બજારમાં આ પાણીમાં લાલ કલર નાખીને લાલ બનાવવામાં આવે છે. તમારી ઇચ્છા હોય તો તમે પણ ફૂડ કલર નાખી શકો છો.

લીંબુનું હિંગવાળું પાણી

સામગ્રી
બે લીંબુ
બે ચપટી હિંગ
બે ચમચી ધાણાજીરું
એક ચમચી સંચળ
એક ચમચી શેકેલા જીરુંનો પાવડર
સ્વાદ અનુસાર મીઠું

રીત
સૌપ્રથમ એક બાઉલમાં લીંબુનો રસ કાઢી લો. ત્યારબાદ અંદર હિંગ નાખો અને ઓગાળી દો. ત્યારબાદ અંદર બે ચમચી લીલા મસાલાની ચટણી, એક ચમચી સંચળ, એક ચમચી જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને એક લિટર પાણી નાખી બધું જ બરાબર મિક્સ કરી લો.

બધાં જ પાણી પર થોડી-થોડી ખારી બુંદી ભભરાવી સર્વ કરો

X
Recipe of three types water for delicious Panipuri
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App