મેંગો કૂલર / રેસિપીઃ હોટ સિઝનમાં બનાવો કૂલ-કૂલ મેંગો કૂલર

recipe mango cooler

divyabhaskar.com

Apr 23, 2019, 05:03 PM IST

રેસિપી ડેસ્કઃ ઉનાળો શરૂ થતાંની સાથે જ ઘરમાં કોલ્ડ ડ્રિંક અને આઇસક્રીમ બનવા લાગે છે. એમાં પણ આ સિઝનમાં કેરી ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. જોકે, કેરીનો રસ તો દર વર્ષે ખાઇએ છીએ. તો આ વખતે ઘરે કૂલ-કૂલ મેંગો કૂલર ટ્રાય કરો. આ મોકટેલ ચોક્કસ તમને ઠંડકતાનો અનુભવ કરાવશે. તો ચાલો ફટાફટ નોંધી લો રેસિપી.


સામગ્રીઃ
મેંગો જૂસ 1 કપ
લીચી ક્રશ 1 ચમચી
વેનિલા આઇસક્રીમ 1 સ્કૂપ
આઇસક્યૂબ
સજાવટ માટે ફુદીનાનાં પાન


રીતઃ
મેંગો જૂસમાં લીચી ક્રશ, વેનિલા આઇસક્રીમ અને બરફને મિક્સરમાં નાખી એકરસ થાય ત્યાં સુધી ચર્ન કરો. ગ્લાસમાં આ મિશ્રણ રેડી ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.

X
recipe mango cooler
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી