ફૂલકા / રેસિપી: ઘઉંની રોટલીને બદલે બીજો સારો ઓપ્શન ચોખાની ફૂલકા રોટલી, પચાવવામાં હળવી

recipe: delicious and super soft Rice floor phoolka rotli

divyabhaskar.com

Feb 08, 2019, 06:50 PM IST

રેસિપી ડેસ્ક: ઘઉંની ફુલકા રોટલી તો બધાંના ઘરે બનતી જ હોય છે, પરંતુ આ રેસિપીથી તમે ચોખાની ફૂલકા રોટલી પણ સરળતાથી બનાવી શકશો. ચોખાના લોટમાંથી બનેલી રોટલી પચવામાં હળવી હોય છે, સાથે-સાથે એકદમ સફેદ બને છે.

ચોખાની રોટલી


સામગ્રી
ચોખાનો લોટ
પાણી


રીત

એક બાઉલમાં જરૂર મુજબ ચોખાનો લોટ લો. તમે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી લો અને એક પેનમાં ગરમ કરો. પાણી ગરમ થઈ જાય એટલે ગેસ સ્લો કરી દો અને અંદર ધીરે-ધીરે લોટ નાખતા જાઓ અને સતત મિક્સ કરતા જાઓ. બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને ઢાંકીને 10-15 મિનિટ માટે મૂકી દો. જેથી વરાળથી લોટ સરસ બફાઇ જશે.

અડી શકાય એવો લોટ થઈ જાય એટલે નવશેકા પાણીના છાંટા નાખી મસળી-મસળીને લોટ તૈયાર કરો. પાણી છાંટી-છાંટીને એકદમ સોફ્ટ અને ચીકણો લોટ તૈયાર કરો, જેથી વણવા સમયે ક્રેક ન પડે. ત્યારબાદ ઢાંકીને 5 મિનિટ સેટ થવા મૂકી દો.

ત્યારબાદ તવી ગરમ કરવા મૂકી દો. એક લુવો બનાવી અટામણાવાળો કરી રોટલીની જેમ વણી લો. ત્યારબાદ બરાબર રોટલીની જેમ જ શેકી લો અને છેલ્લે સીધી ફ્લેમ પર ફૂલાવી દો. રોટલી ઘી વગર પણ એકદમ સોફ્ટ બનશે અને ઘી લગાવ્યા બાદ તો એકદમ વધારે સોફ્ટ બનશે.

X
recipe: delicious and super soft Rice floor phoolka rotli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી