પરોઠા / રેસિપી: ઘરે બનાવો ભરપૂર પ્રોટીન અને પોષક તત્વોવાળા દહીંના પરોઠા

Recipe: delicious and healthy curd paratha recipe to enjoy meal

divyabhaskar.com

Feb 08, 2019, 06:35 PM IST

રેસિપી ડેસ્ક: દહીંમાં ભરપૂર પ્રોટીન અને પોષક તત્વો છે. ગોબી પરોઠા, આલુ પરોઠા સિવાય તમે આ રેસિપીથી દહીંના ખૂબ જ ટેસ્ટી પરોઠા બનાવી શકો છો. દહીંનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી પરોઠા ખૂબજ સોફ્ટ બનશે.


દહીં પરોઠા


સામગ્રી

250 ગ્રામ દહીં
બે કપ ઘઉંનો લોટ
પા ચમચી ગરમ મસાલો
બે ચમચી લાલ મરચું
અડધી ચમચી વાટેલા ધાણા
એક ચમચી છીણેલું આદુ
બે ઝીણાં સમારેલાં લીલાં મરચાં
પરોઠા શેકવા માટે તેલ કે ઘી
જરૂર મુજબ પાણી
એક ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
પા ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
પા ચમચી આમચૂર પાવડર
બે ચમચી દેશી ઘી, મોણ માટે
એક ચમચી જીરું


રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં લોટ લો. ત્યારબાદ અંદર કોથમીર, આદુ અને લીલું મરચું, લાલ મરચું, ધાણા, મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર અને જીરું નાખી બધું જ બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ મોણ માટે ઘી નાખી લોટને બરાબર મસળી લો. લોટને માત્ર દહીંથી જ બાંધવો, જરા પણ પાણી ન લેવું. થોડું-થોડું દહીં ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. દહીંના પ્રમાણમાં વધ-ઘટ કરી શકાય છે. સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો. ત્યારબાદ લોટને ઢાંકીને 10 મિનિટ માટે સેટ થવા મૂકી દો.

ગેસ પર તવી ગરમ કરવા મૂકો. ત્યારબાદ એક લુવો બનાવી થોડું અટામણ લઈ ગોળ વણી લો. તેને તવી પર શેકવા મૂકો. નીચેથી અધકચરો શેકાઇ જાય એટલે પલટી દો. ત્યારબાદ બંને બાજુ જરૂર મુજબ ઘી કે તેલ લગાવી ગોલ્ડન ડાઘી પડે ત્યાં સુધી શેકી લો.

પરોઠાને તમે મનપસંદ આકાર આપી શકો છો. પરોઠાને ચા-કૉફી સાથે ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

X
Recipe: delicious and healthy curd paratha recipe to enjoy meal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી