ન થવું હોય જાડિયા-પાડિયા તો, અચૂક ખાવી જોઇએ આ વાનગી

ઉનાળામાં કરાવી દેશે મોજ, મજા લોકો ઠંડી કરીને ખાવાની

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 06:09 PM
મખાના રાઇતું
મખાના રાઇતું

યૂટિલિટી ડેસ્ક: હેલ્થ માટે મખાના ખૂબજ ફાયદાકારક છે. તેમાં ખૂબજ ઓછા પ્રમાણમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ હોય છે, જેના કારણે તેને દિવસમાં કોઇપણ સમયે ખાઇ શકાય છે. તે હાર્ટ ડિસીઝ, હાઇ બ્લ્ડ પ્રેશર અને મેદસ્વિતાને પણ કંટ્રોલ કરે છે. આ ઉપરાંત મખાના ડાયાબિટિક પેશન્ટ્સ માટે પણ ખૂબજ ફાયદાકારક છે. મખાનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

- મખાનાને ઘીમાં થોડા શેકીને નાસ્તા તરીકે પણ ખાઇ શકાય છે. મખાનાનું રાયતું પણ ખૂબજ ટેસ્ટી બને છે. જે ફટાફટ બની પણ જાય છે અને ખૂબજ ટેસ્ટી પણ હોય છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ, કેવી રીતે બનાવવું મખાનાનું રાયતું....

ઘરે જ બનાવો અક્ષરધામ જેવી ટેસ્ટી અને સોડમથી મહેકતી સ્વામિનારાયણ ખીચડી

મખાના રાઇતું
મખાના રાઇતું

મખાના રાઇતું:

સામગ્રી:


બે કપ દહીં
એક કપ મખાના
10-12 ફૂદીનાનાં પાન
અડધી ચમચી શેકેલા જીરૂનો પાવડર
અડધી ચમચી સંચળ
અડધી ચમચી મીઠું
એક લીલું મરચું
એક નાની ચમચી ખાંડ


રીત:


દહીંને ફેંટીને તૈયાર કરી દો. લીલા મરચાનાં બીજ કાઢી ઝીણું સમારી લો. ફૂદીનાનાં પતાનને પણ ધોઇને ઝીણાં સમારી લો. હવે કડાઇને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં મખાના નાખી થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લો. 2-3 મિનિટમાં મખાના શેકાઇ જશે. દહીંમાં શેકેલું જીરું, સંચળ, મીઠું, જીણું સમારેલું મરચું, ફૂદીનાનાં પાન, ખાંડ અને શેકેલા મખાના નાખી બરાબર મિક્સ કરી દો.

X
મખાના રાઇતુંમખાના રાઇતું
મખાના રાઇતુંમખાના રાઇતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App