Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try delicious and Yummy recipe of Chana Jor Garam like Market

ઘરે જ બનાવો બજાર જેવા ચણા જોર ગરમ, નાસ્તા માટે રહેશે બેસ્ટ

Divyabhaskar.com | Updated - Aug 02, 2018, 01:28 PM

કેટલાક લોકો તો દર વિકેન્ડમાં ફરવા જાય એટલે બહાર ફેરિયા પાસેથી ચણા જોર ગરમ અચૂક ખાય જ

  • Try delicious and Yummy recipe of Chana Jor Garam like Market
    એર ટાઇટ ડબ્બામાં ભરીને એક-દોઢ મહિનો સ્ટોર કરી શકાય છે

    રેસિપિ ડેસ્ક: દરેકે કોઇને કોઇ વાર તો ચણા જોર ગરમ તો ખાધા જ હશે. કેટલાક લોકો તો દર વિકેન્ડમાં ફરવા જાય એટલે બહાર ફેરિયા પાસેથી ચણા જોર ગરમ અચૂક ખાય જ. તો કેટલાક હેલ્થ કૉન્શિયસ લોકોને એ વાતનું બહુ ટેન્શન હોય છે કે, આ ચણા જોર ગરમ કેટલા અંશે હેલ્ધી હશે? આજે અમે તમારા માટે લાવ્યા છીએ, બજાર જેવા જ ચણા જોર ગરમ ઘરે બનાવવાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

    ચણા જોર ગરમ
    સામગ્રી


    એક કપ દેશી ચણા (મોટી સાઇઝના આછા બ્રાઉન ચણા)
    તળવા માટે તેલ
    બે ચમચી મીઠું
    અડધી ચમચી સંચળ
    એક ચમચી મરચું
    એક ચમચી દળેલું જીરું
    અડધી ચમચી ગરમ મસાલો
    ત્રણ ચમચી આમચૂર પાવડર


    રીત


    સૌપ્રથમ એક કપ ચણાને 7-8 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને પાણીથી એકવાર ધોઇને કૂકરમાં એક કપ પાણી લઈ એક સીટી મારી બાફી લો. ત્યારબાદ ચણાને ચારણીમાં લઈ વધારાનું બધું જ પાણી નીતારી લો.


    હવે દસ્તાથી, વાટકીથી કે પ્લેટથી બધા જ ચણા દબાવીને ચપટા કરો અને પ્લેટમાં છૂટા-છૂટા મૂકો. એકબીજાની ઉપર ન રાખવા. બધા જ ચણા દબાવીને ચપટા બનાવી દીધા બાદ તેને સૂકવવા. એક દિવસના તડકામાં તે સૂકાઇ જશે અને પંખાની હવામાં સૂકાતાં 24 કલાક લાગશે.


    ચણા સૂકાઇ જાય એટલે તેને તળવા. મિડિયમ ગરમ થયેલ તેલમાં મિડિયમ આંચે ચણા તળવા. ચણાને પૌવા ઝરામાં રાખીને જ તળવા, જેથી કાઢતી વખતે વધારે ન તળાઇ જાય. ચણા 15-17 સેકન્ડ્સમાં તળાઇ જશે.


    બીજી બાજુ મસાલો તૈયાર કરીને રાખવો. મિક્સરમાં મીઠું, મરચું, ગરમ મસાલો, સંચળ, આમચૂર પાવડર અને જીરું લઈ બધું એકવાર ક્રશ કરી લો અને તળેલા ચણા પર આ મસાલો ભભરાવી બરાબર મિક્સ કરી લો.


    તૈયાર છે બજાર જેવા જ ચણા જોર ગરમ. તેને એર ટાઇટ ડબ્બામાં ભરીને એક-દોઢ મહિનો સ્ટોર કરી શકાય છે.


    જ્યારે પણ ખાવા હોય ત્યારે અંદર ઝીણાં સમારેલાં ટામેટાં, ડુંગળી, કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરી મજા લો.

    વડોદરામાં પાણીપૂરી પર પ્રતિબંધ: ઘરે જ બનાવી મજા લો હેલ્ધી અને ટેસ્ટી પકોડીની

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending