તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાનગીઓ બનશે સુગંધથી ભરપૂર, ઘરે જ બનાવો ગરમ મસાલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

 

રેસિપિ ડેસ્ક: ગરમ મસાલો દરેક વાનગીમાં સ્વાદનો વધારો કરે છે અને સાથે-સાથે સુગંધ પણ. બજારમાં મળતા ગરમ મસાલા મોંઘા તો હોય જ છે, સાથે-સાથે ક્વૉલિટી પણ એટલી યોગ્ય નથી હોતી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગરમ મસાલો ઘરે જ બનાવવાની રેસિપિ. ઘણી ઓછી કિંમતમાં બની જતો આ મસાલો તમારી વાનગીઓને બનાવશે સુગંધ અને સ્વાદથી તરબતર. નોંધી લો રેસિપિ અને તમે પણ બનાવો ઘરે જ. 

 

 

ગરમ મસાલા
સામગ્રી

 
- આઠ ચમચા ધાણા
- બે ચમચી જીરું
- એક ચમચી મરી
- એક ચમચી શાહી જીરું
- આઠ ઇલાયચી
- એક ચમચી લવિંગ
- ચાર તજના ટુકડા
- એક જાયફળનો ટુકડો
- દસ નંગ તમાલપત્રના પાન
 
 રીત
 
એક કડાઇ ગરમ કરો અને તેમાં મસાલાને મિક્સ કરો અને સતત હલાવતા રહો. જ્યારે મસાલા પોતાનો રંગ બદલે ત્યારે તમે તેને ગેસ બંધ કરીને ઠંડા કરો અને સાથે જ તેને મિક્સરમાં ક્રશ કરી લો. એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. જરૂર પ્રમાણે તમે તેને ખાસ રસોઇમાં વાપરી શકો છો. 

 

 

 ભજીયાં-પકોડા સાથે બનાવો તીખી અને ચટપટી લીલી ચટણી