તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સવારે નાસ્તામાં બનાવો હેવી અને હેલ્ધી રવા ઇડલી । Soft And Spongy South Indian Rava Idli Recipe

સવારે નાસ્તામાં બનાવો હેવી અને હેલ્ધી રવા ઇડલી, સરળ છે રેસિપિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્કઃ ખાવાપીવાના શોખીન લોકોને સવારે પણ હેવી નાસ્તાની આદત હોય છે. અને આમ પણ કહેવાય છે કે, જો ફિટ અને હેલ્ધી રહેવું હોય તો સવારે તો હેવી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જ જોઇએ. હેવીની સાથે-સાથે હેલ્ધી નાસ્તો મળી જાય તો ચોક્કસથી મોજ પડી જાય. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ ફટાફટ બનતી ટેસ્ટી રવા ઇડલીની રેસિપિ, જેને તમે સવારના બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો છો.

 

સામગ્રીઃ

 

- 1 કપ રવો
- 1 કપ તાજું દહીં
- 1 ચમચી ઇનો
- 1 કપ ઝીણી સમારેલી કોબીજ
- 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
- 2 ચમચી કોથમીર
- મીઠો લીમડો વઘાર માટે
- 3 ઝીણા સમારેલા લીલા મરચાં
- મીઠું સ્વાદ મુજબ

 

રીત

 

રવાને ધીમા તાપ પર ગુલાબી થાય ત્યાં સુધી સેકીને એક તરફ મૂકી દો. જ્યારે રવો ઠંડો થઈ જાય ત્યારે એક બાઉલમાં નાખીને દહીંની સાથે મિક્સ કરી લો. હવે તેમાં ઇનો અને બાકીની સામગ્રી મિક્સ કરો. ઇડલી મેકરમાં થોડું પાણી ઉકાળી ઇડલીના સાંચામાં મિશ્રણ નાખી ઇડલી મેકરમાં 10-15 મિનિટ સુધી બફાવા દો. લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

 

આ પણ વાંચોઃ- બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે હાંડવો, રેસિપિ નોંધી ટ્રાય કરો તમારા રસોડે