Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Crunchy Pakora Recipes For This Season

રવિવારે નાસ્તામાં માણો 5 વિવિધ પ્રકારના ભજિયાનો સ્વાદ, યાદગાર બની જશે દિવસ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 10:19 AM

નોંધી લો સ્વાદિષ્ટ ડુંગળીના ભજિયા, મેથીના ગોટા, પાલક પકોડા, ભરેલા મરચાંના ભજિયા અને કાજુના ભજિયાની રેસિપિ...

  • Crunchy Pakora Recipes For This Season
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ડુંગળીના ભજિયા

    યૂટિલિટી ડેસ્કઃ રાજ્યમાં અનેક સ્થળે વરસાદ પડ્યો અને અનેક સ્થળોએ વરસાદી માહોલ સર્જાયો છે. આવા માહોલમાં સૌથી પહેલા કંઈ યાદ આવે તો તે છે ભજિયા. તેમાં પણ ગરમાગરમ ચા અને ભજિયા મળી જાય તો વરસાદી માહોલની મજામાં ડબલ થઈ જાય. તેથી આજે અમે તમારા માટે વિવિધ પ્રકારના ભજિયાના રેસિપિ લઈને આવ્યાં છીએ, જે તમારી વરસાદી સાંજને યાદગાર બનાવી દેશે.

    નોંધી લો સ્વાદિષ્ટ ડુંગળીના ભજિયા, મેથીના ગોટા, પાલક પકોડા, ભરેલા મરચાંના ભજિયા અને કાજુના ભજિયાની રેસિપિ...

    ડુંગળીના ભજિયા

    સામગ્રી

    -ત્રણ ડુંગળી

    -બે કપ ચણાનો લોટ

    -ચાર ટેબલસ્પૂન કોર્નફ્લોર

    -સ્વાદ અનુસાર મીઠું

    -એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર

    -બે લીલા મરચાં

    -અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર

    -તળવા માટે તેલ

    રીત

    ડુંગળીને સ્લાઈસમાં સમારી લો જેથી તેની ગોળ રિંગ બને. હવે એક બાઉલમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરો. તેમાં પાણી ઉમેરીને મિક્સ કરીને ખીરું બનાવો. તેમાં લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરો અને સાથે બેકિંગ પાઉડર પણ મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ખીરામાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ ડુંગળીના ભજિયાને ટોમેટો સોસ કે ફુદીના ચટણી સાથે સર્વ કરી શકો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલાક સ્પાઇસી અને ટેસ્ટી ભજિયાની રેસિપિ...

  • Crunchy Pakora Recipes For This Season
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મેથીના ગોટા

    મેથીના ગોટા

     

    સામગ્રી

     

    -પાંચસો ગ્રામ મેથીની ભાજી

    -અઢીસો ગ્રામ ચણાનો લોટ

    -પચાસ ગ્રામ ઘઉંનો કરકરો લોટ

    -મીઠું સ્વાદાનુસાર

    -એક ચમચી મરચું

    -પા ચમચી હળદર

    -અડધી ચમચી આખા ધાણા

    -એક વાટકી દહીં

    -તળવા માટે તેલ

     

    રીત

     

    સૌપ્રથમ મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને કોરી કરો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદું-મરચાં વાટીને નાખો, આખા ધાણા, મીઠું, મરચું, હળદર, દહીં નાખી ખીરું તૈયાર કરો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. એક ચમચો ગરમ તેલ ખીરામાં નાખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા ચટણી સાથે ઘણા જ સ્વાદિષ્ટ લાગે છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલાક સ્પાઇસી અને ટેસ્ટી ભજિયાની રેસિપિ...

  • Crunchy Pakora Recipes For This Season
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાલક પકોડા

    પાલક પકોડા

     

    સામગ્રી

     

    -ત્રણ કપ ધોઈને ઝીણી સમારેલી પાલક

    -દોઢ કપ ચણાનો લોટ

    -અઢી ચમચી ચોખાનો લોટ

    -અડધી ચમચી લાલ મરચું

    -અડધી ચમચી જીરું પાઉડર

    -ત્રણ સમારેલા લીલા મરચાં

    -એક ચમચી આદું-લસણની પેસ્ટ

    -દસ ફુદીનાના પાન સમારેલા

    -બે ચમચી કોથમીર સમારેલી

    -બે ચમચી તેલ

    -પાણી જરૂર મુજબ

    -મીઠું સ્વાદાનુસાર

    -તેલ તળવા માટે

     

    રીત

     

    સૌપ્રથમ ઉપર આપેલી બધી સામગ્રીને મીઠું અને બે ચમચી ગરમ તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. તેમા થોડું પાણી મિક્સ કરો. આ મિશ્રણ વધુ પાતળુ ન હોવું જોઈએ, બસ એટલું ધ્યાન રાખો કે પાલક તેમા સારી રીતે લપેટાઈ જાય. એક કડાઈમાં તેલ ગરમ કરો અને જ્યારે તેમાથી ધુમાડો નીકળે ત્યારે તાપ ધીમો કરી તેમા પાલક અને બેસનનું તૈયાર ખીરું નાખો. પકોડા ડીપ ફ્રાય કરો અને જ્યારે તે સોનેરી રંગના કુરકુરા થાય ત્યારે તેને કાઢીને પેપર નેપકિન પર મૂકો. આ પકોડા ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલાક સ્પાઇસી અને ટેસ્ટી ભજિયાની રેસિપિ...

  • Crunchy Pakora Recipes For This Season
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભરેલા મરચાંના ભજિયા

    ભરેલા મરચાંના ભજિયા

     

    સામગ્રી

     

    -પાંચથી છ જાડા લીલા મરચાં

    -બે બટાકા(બાફેલા)

    -મીઠું સ્વાદ મુજબ

    -અડધી ટીસ્પૂન ચાટ મસાલો

    -અડધી ટીસ્પૂન ગરમ મસાલો

    -એક કપ બેસન

    -અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર

    -પા ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર

    -તળવા માટે તેલ.

     

    રીત

     

    સૌ પ્રથમ લીલા મરચાંને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમાં મીઠું, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. બેસનમાં મીઠું, લાલ મરચું, બેકિંગ પાઉડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. લીલા મરચાંમાં બટાકાનું મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાંના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાંના ગરમા-ગરમ ભજિયા ચાની સાથે સર્વ કરો.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલાક સ્પાઇસી અને ટેસ્ટી ભજિયાની રેસિપિ...

  • Crunchy Pakora Recipes For This Season
    કાજુના ભજિયા

    કાજુના ભજિયા

     

    સામગ્રી

     

    -એક કપ કાજુ

    -એક કપ ચણાનો લોટ

    -એક ટીસ્પૂન લાલ મરચું પાઉડર

    -બે ટીસ્પૂન અજમો

    -એક ચમચી ઘી

    -અડધો કપ પાણી

    -અડધી ચમચી સોડા

    -મીઠું સ્વાદ પ્રમાણે

    -તળવા માટે તેલ

     

    રીત

     

    એક પેનમાં ઘી ગરમ કરો. અને તેમાં કાજુને શેકી લેવા. કાજુને શેકીને એક સાઇડમાં મૂકી રાખવા. ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ, મરચું, અજમો, સોડા અને પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરી લેવું. હવે આ ખીરામાં કાજુ મિક્સ કરી લેવા. એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં એક એક કાજુ નાખીને ડીપ ફ્રાય કરો. જ્યારે કાજુ તળાઇ જાય ત્યારે તેને કિચન પેપર પર કાઢી લેવા જેથી વધારાનું તેલ શોષાઈ જશે. ગરમાં ગરમ અને ચટપટા કાજુના ભજિયા લીલી ચટણી સાથે તથા કેચઅપ સાથે ખાવાની મજા પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending