જન્માષ્ટમીના ભોગ અને ફરાળ માટે બનાવો મથુરાના પેંડા સહિત 3 વાનગીઓ

મથુરાના પેંડાની સાથે સાબુદાણાની પૂરી અને ફરાળી ઢોકળાની સરળ રેસિપિ

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:43 PM
તૈયાર છે મથુરાના પેંડા
તૈયાર છે મથુરાના પેંડા

રેસિપિ ડેસ્ક: 3 સપ્ટેમ્બર, સોમવારના રોજ જન્માષ્ટમી છે. જન્માષ્ટમીના દિવસે કાનુડાને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે, ઉપરાંત ઉપવાસ પણ કરવામાં આવે છે. આ નિમિત્તે અમે તમારા માટે લાવ્યા છીએ મથુરાના પેંડાની સાથે સાબુદાણાની પૂરી અને ફરાળી ઢોકળાની સરળ રેસિપિ.

મથુરાના પેંડા
સામગ્રી


200 ગ્રામ માવો
3 ચમચી ખાંડ
1 ચમચી ઈલાયચી પાઉડર
1 ચમચી ઘી
3 ચમચી દૂધ
1/4 કપ દળેલી ખાંડ


રીત


સૌથી પહેલા એક ગરમ પેનમાં માવા નાખી ત્યારબાદ હવે ઘી અને ખાંડ નાખી સતત હલાવત અરહો. આ મિશ્રણને સારી રીતે હલાવતા રહો જ્યારે સુધી ખાંડ ઓગળી ન જાય. પછી દૂધ નાખી સતત હલાવો, જેથી મિક્સ નીચે ચોંટી ન જાય. માવાને આટલું શેકવું કે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. સાથે જ પેનના કિનાર મૂકવા લાગે. જ્યારે આ મિશ્રણ પેનમાં વચ્ચે એકત્ર થવા લાગે તો તેમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર મિક્સચરને ગૈસથી ઉતારી લો. પ્લેટમાં નાખો. ત્યારબાદ તેને ઠંડં થવા દો. હળવું ગર્મ થતા આ મિક્સચરના પેંડાનું શેપ આપો. આ રીતે પેંડા ને પાઉડર શુગરથી કોટ કરી પિરસો.


સૌપ્રથમ એક ગરમ કઢાઇમાં માવો લો. ત્યારબાદ અંદર ઘી અને ખાંડ નાખી સતત હલાવો. ગેસની આંચ ધીમી રાખવી. ખાંડ ઓગળી જાય એટલે અંદર દૂધ એડ કરી સતત હલાવતા રહેવું. માવો કડાઇમાં ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું. માવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો. માવો ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે અંદર ઈલાયચી પાવડર નાખી બરાબર હલાવીને ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડો થવા દો. માવો થોડો નવશેકો થાય એટલે હાથથી પેંડાનો આકાર આપી દળેલી ખાંડમાં રગદોળી લો. તૈયાર છે મથુરાના પેંડા.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય વાનગીઓની રેસિપિ....

શીતળા સાતમ અને શ્રાવણ માસના ઉપવાસ માટે બનાવો રાજગરાની થાળીપીઠ

તૈયાર છે સાબુદાણાની પૂરી
તૈયાર છે સાબુદાણાની પૂરી

સાબુદાણાની પૂરી
સામગ્રી 

 

- એક વાટકી પલાળેલા સાબુદાણા 
- 1 વાટકી સિંગોડાનો લોટ 
- બે બાફેલા બટાકા
- બે ઝીણા સમારેલા લીલા મરચાં 
- થોડી ઝીણી સમારેલી કોથમીર
- જરૂર મુજબ સંચળ
- જરૂર મુજબ કાળામરીનો પાવડર 
- શેકવા માટે તેલ


રીત 

 

બટાકાને છોલીને સિંગોડાના લોટમાં મસળી લો. બાકીની બધી સામગ્રી પણ નાખી દો, અને સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધો. ત્યારબાદ હાથ પર પાણી લગાવીને નાના-નાના લૂઆ તોડીને પૂરીનો આકાર આપો. ત્યારબાદ તવા પર તેલ લગાવીને પૂરીને પરાઠાની જેમ સેકી લો. ચપ્પા કે ધારદાર વસ્તુથી વચ્ચે-વચ્ચે થોડાં કાણાં પાડો, જેથી પૂરી બરાબર શેકાઇ શકે. તૈયાર છે સાબુદાણાની પૂરી.

લીલી કોથમીર ભભરાવી પીરસો
લીલી કોથમીર ભભરાવી પીરસો

ફરાળી ઢોકળા
સામગ્રી 


 200 ગ્રામ મોરૈયો 
 100 ગ્રામ રાજગરાનો લોટ 
100 ગ્રામ સિંગોડાનો લોટ
ફરાળી મીઠુ(જરૂર મુજબ)
એક વાટકી દહીં
સોડા એક ચમચી
વઘાર માટે તેલ અને જીરું
થોડી ઝીણી સમારેલી કોથમીર

 

રીત 

 

મોરૈયાને બે કલાક માટે પલાળી દો. દહીં ફેંટીને રાજગરો અને સિંગોડાનો લોટ ભેળવી દો. મોરૈયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કેટલે તેના પીસ કરી લો. તેલ ગરમ કરી જીરું તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપર લીલી કોથમીર ભભરાવી પીરસો.

X
તૈયાર છે મથુરાના પેંડાતૈયાર છે મથુરાના પેંડા
તૈયાર છે સાબુદાણાની પૂરીતૈયાર છે સાબુદાણાની પૂરી
લીલી કોથમીર ભભરાવી પીરસોલીલી કોથમીર ભભરાવી પીરસો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App