રેસ્ટોરાંમાં નહીં ઘરે જ માણો ઉત્તપમની આ 7 ટેસ્ટી વેરાઇટી, દાઢે ચોંટી જશે સ્વાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેણે ઉત્તપમ ક્યારેય ચાખ્યો નહીં હોય. મારા માનવા મુજબ તો સ્વાદ રસિયા ગુજરાતીઓ તો ઉત્તપમને બે હાથે ખાતા હશે. કારણ કે સાઉથ ઈન્ડિયન મેનુ આપણે ખૂબ જ સ્વાદથી માણતા હોઈએ છીએ. આજે આ જ સાઉથ ઈન્ડિયન મેનુમાંથી અમે તમારી માટે લઈને આવ્યા છીએ અવનવા ટેસ્ટી ઉત્તપમની રેસિપિ અને એ પણ 8 પ્રકારના. સામાન્ય રીતે આપણે મસાલા કે ઓનિયન ઉત્તપમ તો ખાતા જ હોઈએ છીએ. આજે અમે તમારી માટે ઉત્તપમ સેન્ડવિચ અને એના જેવા જ બીજા ટેસ્ટી ઉત્તપમની રેસિપિ લઈને આવ્યાં છીએ. બસ તો આજે જ ટ્રાય કરો આ 8 પ્રકારના ટેસ્ટી ઉત્તપમ.

 

ઉત્તપમ

 

સામગ્રી

 

-200 ગ્રામ ચોખા

-8થી 10 લીલા મરચાં

-100 ગ્રામ અડદની દાળ

-મીઠું સ્વાદાનુસાર

-કોથમીર ગાર્નિશિંગ માટે

-1 ઇંચનો આદુંનો ટુકડો

-તેલ શેકવા માટે

 

રીત

 

ચોખા અને દાળને અલગ-અલગ પલાળી સાતથી આઠ કલાક રહેવા દો. ઝીણું વાટી તેમાં ઝીણા કાપેલા લીલાં મરચાં અને આદું વાટીને, ઝીણી કાપેલી કોથમીર અને મીઠું નાખી ખીરું તૈયાર કરો. ખીરું સાધારણ જાડું રાખો. પછી ધીમાં તાપે ગુલાબી થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લો. પછી ચટણી અને સંભાર સાથે પીરસો.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ટેસ્ટી ઉત્તપમની રેસિપિ...

અન્ય સમાચારો પણ છે...