તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 પ્રકારના કુલચાની રેસિપી, વધારશે તમારી થાળીનો સ્વાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ 8 પ્રકારના કુલચાની રેસિપી. કુલચા એ ઉત્તર ભારતીય ભોજન છે. સામાન્ય ભાષામાં કહીએ તો તે એક જાતની રોટીનો પ્રકાર છે. ઉત્તર ભારતમાં મટર કુલચા ખૂબ જ ખાવામાં આવે છે. જેમાં વટાણાનું રસાવાળું શાક અને કુલચાનો રોટલી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાદમાં ધીમે-ધીમે તેમાં પણ નવી નવી વેરાયટી આવતી ગઈ. અને કુલચાને સ્ટફ કરીને તેને વિવિધ પ્રકારે બનાવવામાં આવ્યા. બસ તો આજે જ ઘરે ટ્રાય કરીને માણો સ્વાદ.
આલુ કુલચા
સામગ્રીઃ
- 400 ગ્રામ મેંદો
- 3 ટેબલસ્પૂન દહીં
- 1/3 ટીસ્પૂન બેકિંગ પાઉડર
- 1 ટીસ્પૂન ખાંડ
- 1 ટીસ્પૂન જીરૂં
- મીઠું સ્વાદાનુસાર
સ્ટફિંગ માટેઃ
- 300 ગ્રામ બટેટા
- 2થી 3 નંગ લીલાં મરચાં
- 1 નાનો ટુકડો આદું
- 1/2 ટીસ્પૂન આમચૂર પાઉડર
- 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- 1 ટીસ્પૂન ધાણા પાઉડર
- 1/4 ટીસ્પૂન ગરમ મસાલો
- 1 ટેબલસ્પૂન કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
રીતઃ
સૌપ્રથમ મેંદાના લોટને એક વાસણમાં ચારણીથી ચાળી અને અલગ રાખો. ત્યાર બાદ, લોટમાં વચ્ચે ખાડો કરીને તેમાં દહીં, બેકિંગ સોડા, મીઠું, ખાંડ અને જીરૂં નાખવું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. હવે નવસેકા પાણીની મદદથી નરમ રોટલી જેવી કણક તૈયાર કરી લો. ત્યાર બાદ, લોટને વારંવાર હાથમાં લઈનેને નીચે પછાડવો અને મસળવો. આમ પાંચ મિનિટ સુધી કરવું. લોટને એકદમ મુલાયમ બનાવવો. ત્યારબાદ, લોટને ચારે તરફ આછું તેલ લગાડો અને એક ઊંડા વાસણમાં કોરા નેપકીન કે કપડામાં મૂકીને ઢાંકી દેવો. તેને ગરમ જગ્યામાં કે તડકામાં ત્રણથી ચાર કલાક માટે રાખવો. ચાર કલાક બાદ લોટ ફૂલીને ડબલ થઇ જશે. આ ફૂલી ગયેલા લોટને ફરીથી હાથેથી દબાવીને ઉપર મૂઠી મારીને સતત ખુંદતા જવું, અને એક સરખો ફરી મુલાયમ કરવો. કૂલ્ચા બનાવા માટે લોટ તૈયાર થઇ જશે. હવે સ્ટફિંગની તૈયારી કરવી. તેના માટે બટેટાને બાફી અને છાલ ઉતારી લેવી. અને તેને મેશ કરીને મસળી લેવા. ત્યાર બાદ, તેમાં મીઠું, લીલાં મરચાં, આદું છીણેલું, ધાણા પાઉડર, આમચૂર પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરો. ત્યાર બાદ ગરમ મસાલો અને બારીક સમારેલી કોથમીર નાખીને, બધીજ વસ્તુઓ બરાબર મિક્સ કરીને મસાલા મિક્સ કરી લેવો. સ્ટફિંગ માટેનું મિશ્રણ તૈયાર છે.
ત્યાર બાદ કુલાચા માટે બાંધેલ લોટના એક સરખા લોઆ પાડી લો. આ જ રીતે બટેટાના મિશ્રણના પણ એટલા જ સરખા ભાગ તૈયાર કરવા. લોટના પાડેલ ભાગમાંથી એક ભાગ હાથમાં લઇ અને તેને ગોળ કરી અને હાથેથી દબાવી સ્ટફિંગ ભરો. લોટ પૂરો વણી લીધા બાદ, તેની ઉપર અજમો છાંટી અને હળવા હાથે લગાવી દેવો. બસ કુલચા તૈયારે છે. બટેટાના સ્ટફ્ડ ફૂલચાને ઓવન, તંદૂર અથવા તવા પર રાખી ગેસ પર શેકી શકો છો. તવામાં તેલ કે ઘી લગાવીને અજમાવાળો ભાગ પેહલાં ઉપર રાખીને શેકવો. અને તે થોડો શેકાય જાય એટલે પલટાવીને તે ભાગને નીચે કરી ફરી ઘી અથવા તો તેલ લગાડવું અને બ્રાઉન થાય ત્યાં સુધી બને બાજુએ શેકવા. બંને બાજુએ શેકાઈ જાય એટલે એક પ્લેટ પર કિચન નેપકીન પાથરી અને તેની પર મૂકી દેવા. બસ આમ જ બધા કુલચા બનાવી લેવા. સ્ટફ્ડ આલુ કુલચાને ગરમા-ગરમ, દહીં, કે ગ્રીન ચટની સાથે સર્વ કરો.
આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જાણો અન્ય પ્રકારના કુલચાની રેસિપી...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો