તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારની રજામાં માણો આ 6 ચટાકેદાર અને ઝાયકેદાર વાનગીઓની મજા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ રજાના દિવસોમાં કેટલાય લોકો એવા હોય છે જેમને કંઈક ચટપટું અને ઝાયકેદાર ખાવાની ઈચ્છા થતી હોય એટલે જ આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ આવી જ ચટાકેદાર અને ઝાયકેદાર વાનગીઓ, જેનો સ્વાદ તમારી રજાની મજા ડબલ કરી દેશે. તો ચાલો નોંધી લો રેસિપિ...
દાબેલી
 
સામગ્રી
 
-250 ગ્રામ બટાકા
-6 નંગ દાબેલીના બન
-1 ટેબલસ્પૂન દાબેલીનો મસાલો
-3 ટેબલસ્પૂન તેલ
-1 કપ ખજૂર આમલીની ચટણી
-1 ટેબલસ્પૂન લસણ-લાલ મરચાંની પાતળી ચટણી
-1 કપ સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા)
-1 ટેબલસ્પૂન દાણા
-1 ટેબલસ્પૂન બારીક સમારેલી
 
રીત
 
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર-આમલીની ચટણી એકથી બે ટેબલસ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો. ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર-આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાંની પાતળી ચટણી લગાવો. હવે બંને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો). હવે બંનેને માખણ લગાવીને બંને તરફ દબાવીને થોડા-થોડા શેકી લો. ગરમ-ગરમ દાબેલી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો. તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક ટેસ્ટી વાનગીઓ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો