તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખમણનું તો નામ પડતાં જ છૂટે મોંમાં પાણી, બનાવો 9 અવનવા પ્રકારનાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ખમણનું તો નામ પડતાં જ ગુજરાતીઓના મોંમાં પાણી આવવા લાગે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સ્ટાઇલ અને સ્વાદવાળાં ખમણ ફેમસ છે. મોટાભાગે તમે વટીદાળના ખમણ કે નાયલોન ખમણ જ ખાધાં હશે, એટલે આજે અમે તમારા માટે લાવ્યા છીએ અવનવા સ્વાદ સાથે 9 પ્રકારનાં ખમણની રેસિપિ.


નોંધી લો વાટી દાળના ખમણ, ખમણ, ખમણ ઢોકળાં, સુરતી ખમણ, નાયલોન ખમણ, મગની દાળના ખમણ, સુરતી રસાવાળા ખમણ ઢોકળા, મકાઈના ખમણ અને અમીરી ખમણની સરળ અને ઝટપટ રેસિપિ...

 

વાટી દાળના ખમણ-
 
સામગ્રી-

 
-1 કપ ચણાની દાળ
-1 ટી સ્પૂન લીંબુનો રસ
-2 ટેબલ સ્પૂન દહીં
-1 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1 ટી સ્પૂન ઈનો
-1/8 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન તેલ
-1 કપ પાણી
-મીઠું સ્વાદાનુસાર
વગાર માટે-
-1 ટેબલ સ્પૂન તેલ
-1 ચપટી હિંગ
-1/2 ટી સ્પૂન રાઈ
-4 થી 5 નંગ લીલા મરચાં સમારેલા
-2 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
 

રીત-

 
સૌપ્રથમ ચણાની દાળને ધોઈને છથી સાત કલાક માટે પલાણી રાખો. ત્યાર બાદ તેમાંથી રાતનું પાણી નીકાળીને એક કપ નવું પાણી ઉમેરીને પીસી લો. હવે આ ચણાની દાળની પેસ્ટમાં લીંબુનો રસ, દહીં અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે આ પેસ્ટને પાંચથી છ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે એક પ્લેટને ગ્રીસ કરી લો. ઢોકળિયામાં બેથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા માટે મૂકો. હવે ખમણ બાફવા માટે મુક્તા પહેલા તેમાં ઈનો નાખીને બરાબર મિક્ષ કરીને થોડીવાર માટે એકબાજુ મૂકી રાખો. ખમણનું ખીરૂં ફૂલીને ડબલ થાય તેની રાહ જુઓ. ત્યાર બાદ ગ્રીસ કરેલી ડિશમાં તૈયાર કરેલું ખીરૂં પાથરીને તેને બાફવા માટે મૂકો. બાફેલા ખમણની ડિશને બહાર કાઢીને થોડી ઠંડી થાય એટલે તેને કટ કરી લો. એક ચમચી જેટલું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લીલા મરચાં નાખીને લગભગ અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ આ વગારને ખમણ પર નાખી દો. છેલ્લે વાટી દાળના ખમણની ઉપર કોથમીર અને નારિયેળનું છીણ નાખીને સર્વ કરો. 

 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વિવિધ ખમણની રેસિપિ...