તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલાઇ રહી છે પરંપરાને જીવંત રાખતી આ 10 વાનગીઓ, બનાવો ઘરે જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આમ તો આજની જનરેશનને પીઝા, પાસ્તા, બર્ગર, મેક્સિકન અને ઈટાલિયન જ યાદ આવતું હોય છે, પરંતુ કદાચ તેમણે આપણી ટ્રેડિશનલ સાત્વિક વાનગીઓ ખાધી નથી એટલે કદાચ. આજની જનરેશન પણ જો આપણા દેશની આ ટ્રેડિનશન અને સાથે-સાથે સાત્વિક વાનગીઓ એકવાર ચાખી લે તો ચોક્કસથી તેમની દિવાની બની જાય. મહત્વની વાત તો એ છે કે, આ બધી જ વાનગીઓ સાત્વિક છે એટલે આજકાલ લોકોને જે મેદસ્વીપણાની સમસ્યા સતાવે છે અને લોકો સતત ડાયટના પ્રેશરમાં રહે છે, તેઓ પણ ચિંતા વગર મજા લૂંટી શકે છે. તો પછી રાહ કોની જુઓ છો? આજથી જ શરૂ કરી દો તમારા રસોડામાં પણ ટ્રાય કરવાનું.


નોંધી લો મેથી મૂઠિયા, કેસર ડ્રાયફ્રૂટ્સ શિખંડ, મેંગો શિખંડ, ગુંદર પાક, ભૈડકું, ખજૂર પાક, રીંગણનો ઓળો, કેળાંનું શાક, વઘારેલો રોટલો અને કોદરીની ઘેંસની રેસિપિ...

 

ગુંદર પાક
 
સામગ્રી

 
-250 ગ્રામ ગુંદર(બાવળનો)
-200 ગ્રામ રવો
-250 ગ્રામ બદામ
-500 ગ્રામ ખાંડ
-3 ચમચી દળેલી ખસખસ
-50 ગ્રામ ચારોળી
-100 ગ્રામ સૂકું ટોપરું
-50 ગ્રામ સૂંઠ પાઉડર
-500 ગ્રામ ઘી
-10 ગ્રામ ગંઠોડા
-5 ગ્રામ ધોળી મુસળી
-5 ગ્રામ કાળી મુસળી
-10 ગ્રામ નાગકેસર
-10 ગ્રામ શતાવરી
-10 ગ્રામ અશ્વગંધા
 
રીત
 
સૌપ્રથમ બદામને મિક્સરમાં ક્રશ કરી પાઉડર કરવો. હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરવુ. ગુંદર એકદમ ડૂબી જાય તેવો તળવો. ત્યાર બાદ તેનો ભૂકો કરવો. હવે તેમાં રવો શેકવો. રવો એકદમ બદામી રંગનો શેકાયા બાદ, કોપરાનું છીણ પણ શેકવું. ખાંડને દળી લેવી. રવાના મિશ્રણમાં ખાંડ તથા તમામ ઔષધિ ઉમેરીને બરાબર મિક્સ કરી બદામનો ભૂકો તથા ગુંદરનો ભૂકો ઉમેરીને, મિશ્રણને લચકા પડતું કરવું. થાળીમાં ઘી લગાવીને પાથરવું. ત્યાર બાદ તેને કાજુ-બદામથી ગાર્નિશ કરવું.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સાત્વિકની અન્ય વાનગીઓની સ્વાદિષ્ટ રેસિપિ...