• Gujarati News
  • National
  • અચારી કેરી ડુંગળીનું સલાડ, Recipe Of Achari Keri Kanda Salad

ઘરે જ બનાવો અચારી કેરી-ડુંગળીનું સલાડ, વધારશે થાળીનો સ્વાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યુટિલિટિ ડેસ્ક: ગુજરાતમાં જમવામાં દાળ-ભાત અને શાક રોટલી સાથે સલાડ-સંભારો તો હોય જ. સંભારા વગર તો જમવાનું જાણે અધૂરું જ લાગે. કોબી અને ગાજરનો સંભારો તો આપણે બનાવતા જ હોઇએ છીએ, પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ અચારી કેરી-ડુંગળીના સંભારાની રેસિપિ. આ સંભારો ખાવાથી ઉનાળાની ગરમીમાં લૂ પણ નહીં લાગે.

 

સામગ્રી:


એક મોટી કાચી કેરી
બે સૂકી ડુંગળી
એક ચમચી તૈયાર અચાર મસાલો
બે ચમચી તેલ
સ્વાદ અનુસાર મીઠું


રીત:

 

સૌપ્રથમ કાચી કેરી અને ડુંગળીને ઝીણી સમારી લો. ત્યારબાદ તેમાં અચાર મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 5 મિનિટમાં બધા મસાલા બરાબર મિક્સ થઈ જશે એટલે મજા લો શાક-રોટલી સાથે.