વધેલા ભાતની આ ચકરી ચાલશે 7 દિવસ, બનાવો આજે જ ઘરે

બાળકોને બહુ ભાવશે વધેલા ભાતમાંથી બનેલી આ ચકરી

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 01:28 PM
ભાતની ચકરી
ભાતની ચકરી

યૂટિલિટી ડેસ્ક: દરેક ગુજરાતીના ઘરમાં ભાત તો લગભગ રોજ બનતા જ હોય છે અને થોડા-ઘણા વધતા પણ હોય છે. આજની કાળઝાળ મોંઘવારીમાં વધેલા ભાત ફેંકતાં જીવ ચાલે નહીં, અને બીજીવાર ખાવા કોઇને ગમે નહીં. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ વધેલા ભાતમાંથી બનતી ટેસ્ટી-ટેસ્ટી ચકરીની રેસિપિ. આ ચકરીને તમે એક વીક સુધી સ્ટોર કરી નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો.


તો રાહ કોઇની જુઓ છો? નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમે પણ.


ભાતની ચકરી
સામગ્રી:

- બે કપ ભાત
- એક ચમચી આદુ, મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ
- સ્વાદ અનુસાર મીઠું
- ચપટી હિંગ (ઓપ્શનલ)


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ચકરી બનાવવાની રીત...

ભાતની ચકરી
ભાતની ચકરી

રીત: 

 

સૌપ્રથમ એક બાઉલમાં ભાત, મીઠું અને આદુ, મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ લઈ બરાબર મસળી લો. હિંગનો ટેસ્ટ ગમતો હોય તો હિંગ પણ મિક્સ કરી લો. હવે સેવ ગાંઠિયાના સંચામાં ઝીણા ગાંઠિયાની જાળી મૂકી આખા સંચામાં અંદરની બાજુ તેલ લગાવી દો અને પછૂ બનાવેલું મિશ્રણ ભરી દો. બીજા બાઉલમાં એકવાર બધી જ સેવ પાડી લો. ફરીવાર બધુ મિક્સ કરી સંચામાં ભરી લો. આમ કરવાથી મમરી બનવામાં સરળતા રહેશે. 


હવે તેલ લગાવેલી થાળીમાં સંચાથી મમરી પાડી. મમરી થોડી છૂટી-છૂટી પાથરવી, જેથી એકબીજા પર ચોંટી ન જાય. હવે તેને એક દિવસ માટે તડકામાં સૂકવો અથવા ઘરમાં પંખા નીચે સૂકવી દો. 


મમરી સૂકાઇ જાય એટલે ગરમ તેલમાં તળું ઉપર લાલ મરચું ભભરાવી મજા લો.

X
ભાતની ચકરીભાતની ચકરી
ભાતની ચકરીભાતની ચકરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App