શરદી-ખાંસી જેવી બીમારીઓથી બચાવવાની સાથે હેલ્ધી પણ રાખશે આદુપાક, રોજ ખાઓ આ શિયાળામાં

શિયાળો એટલે વસાણાંની સિઝન

divyabhaskar.com | Updated - Dec 03, 2018, 02:03 PM
ઠંડો પડી જાય આદુપાક ત્યારબાદ પ
ઠંડો પડી જાય આદુપાક ત્યારબાદ પ

રેસિપિ ડેસ્ક: શિયાળાની શરૂ્વાત થઈ ગઈ છે. શિયાળો એટલે વસાણાંની સિઝન. કહેવાય છે કે, શિયાળામાં ખાધેલું આખું વર્ષ ચાલે. શિયાળામાં પાચનતંત્ર સૌથી સારું કામ કરે છે, એટલે જ શિયાળામાં હેલ્ધી વસ્તુઓ અને વસાણાં ખાવામાં આવે છે. આજે અમે લાવ્યા છીએ આદુપાકની રેસિપિ. જે તમને હેલ્ધી બનાવવાની સાથે શરદી-ખાંસી જેવી બીમારીઓથી પણ બચાવશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


આદુપાક
સામગ્રી


200 ગ્રામ કૂણું અને રેસા વગરનું આદુ
200 ગ્રામ ઘઉંનો લોટ
200 ગ્રામ ખાંડ
25 ગ્રામ સૂકા કોપરાનું છીણ
2 ટેબલસ્પૂન છોલેલ બદામની કતરણ
2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ
2 ટીસ્પૂન ખસખસ
1 ટીસ્પૂન એલચીનો ભૂકો
1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
1/4 ટીસ્પૂન કેસરની ભૂકી
ઘી, એલચી દાણા, લીંબુનો રસ

રીત


આદુને સૌપ્રથમ ધોઇને બરાબર લૂછી લેવું. ત્યારબાદ છોલીને મિક્સરમાં માવો બનાવી લેવો. ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો અને ધીમા તાપે ઘીમાં ઘઉંના લોટને શેકી લો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી ઘીમાં કોપરાની છીણને થોડી શેકી લો અને હાથથી મસળીને ભૂકો કરી દો. ત્યારબાદ ખસખસને પણ આ જ રીતે શેકી લો. ત્યારબાદ બીજી એક મોટી કઢાઇમાં ઘી લો અને અંદર એલચી અને આદુનો માવો નાખો અને પાણી બળી જાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ અંદર ઘઉંનો લોટ, કોપરાનું છીણ અને ખસખસ નાખી મિક્સ કરી લો અને ગેસ બંધ કરી નીચે ઉતારી લો.

હવે એક તપેલીમાં ખાંડ લો. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી થોડું ઉકાળો. ત્યારબાદ અંદર થોડો લીંબુનો રસ નાખો એટલે કચરો ઉપર આવી જશે. જેને કાઢી લો. ત્યારબાદ કેસરને દૂધમાં ઓગાળી ચાસણીમાં નાખો, ચાસણી બેતારી બની જાય એટલે અંદર આદુનું મિશ્રણ, એલચી-જાયફળનિ ભૂકો, અડધી બદામ પિસ્તાની કતરણ નાખો અને મિક્સ કરી દો. ત્યારબાદ એક થાળીને ઘીથી ગ્રીસ કરી અંદર મિશ્રણ પાથરી દો. ઉપર બદામ-પિસ્તાની કતરણથી સજાવટ કરો. ચાંદીનો વરખ પણ લગાડવો હોય તો લગાડી શકાય, પછી કાપા પાડી લો.


ઠંડો પડી જાય આદુપાક ત્યારબાદ પીસ કરી ડબ્બામાં ભરી લો.

શિયાળામાં ચોક્કસથી બનાવો વર્ષોથી પંજાબનાં ગામડાંની સ્ટાઇલમાં સરસો કા સાગ

X
ઠંડો પડી જાય આદુપાક ત્યારબાદ પઠંડો પડી જાય આદુપાક ત્યારબાદ પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App