આખા ગુજરાતમાં ફેમસ છે સુરતી ઈદડા, ઘરે જ બનાવી લૂંટો મજા

ગુજરાતના લગભગ દરેક શહેરની કોઇને કોઇ વાનગી વખણાય જ છે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:28 PM
બનાવો બ્રેકફાસ્ટ કે હળવા ડિનર માટે, ઓછી મહેનતે ઘરમાં બધાં થઈ જશે ખુશ
બનાવો બ્રેકફાસ્ટ કે હળવા ડિનર માટે, ઓછી મહેનતે ઘરમાં બધાં થઈ જશે ખુશ

રેસિપિ ડેસ્ક: ગુજરાતીઓ ખાવાપીવાના ખૂબજ શોખીન છે, એટલે જ ગુજરાતના લગભગ દરેક શહેરની કોઇને કોઇ વાનગી વખણાય જ છે. આજે અમે તમારા નાટે લાવ્યા છીએ સુરતી ઇદડાનો રેસિપિ. બનાવો બ્રેકફાસ્ટ કે હળવા ડિનર માટે, ઓછી મહેનતે ઘરમાં બધાં થઈ જશે ખુશ.


સુરતી ઇદડા
સામગ્રી


- અઢીસો ગ્રામ સફેદ ઢોકળાંનો લોટ (ચોખા બસો ગ્રામ + અડદની દાળ પચાસ ગ્રામ. બન્નેને કકરાં દળી લેવાં.)
- અઢીસો ગ્રામ દાહીં
- સ્વાદ મુજબ મીઠું
- વાટેલા આદુ મરચા
- પોણી ચમચી સોડા
- ત્રણ ચમચી તેલ
- ભભરાવવા માટે મરીનો કકરો ભૂકો


રીત


ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું. છ કલાક તડકામાં મુકવું. જેનાથી આથો આવે. પછી તેમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચા અને સોડા નાંખી ખીરાને ખૂબ જ હલાવવું. ઢોકળાંના કુકરમાં પાણી રેડી વરાળ આવે એટલે થાળીમાં થોડું ખીરું નાંખી ઉપર મરીનો ભૂકો જરા ભભરાવવો. પછી પાંચ મિનિટ માટે તેને વરાળમાં બફાવા દો અને ઠંડા પડે એટલે શક્કરપારા આકારના કટકા કરવા પછી તેને લીલી ચટણી જોડે પીરસો.

નાનકડી ફેમિલી પાર્ટીમાં મહેમાનોને સર્વ કરો ફ્રાઇડ આઇસક્રીમ

X
બનાવો બ્રેકફાસ્ટ કે હળવા ડિનર માટે, ઓછી મહેનતે ઘરમાં બધાં થઈ જશે ખુશબનાવો બ્રેકફાસ્ટ કે હળવા ડિનર માટે, ઓછી મહેનતે ઘરમાં બધાં થઈ જશે ખુશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App