Home » Recipes » Gujarati Recipes » Try delicious Traditional recipe of Sukhadi for Shitla Satam Prasad

શીતળા સાતમના દિવસે પ્રસાદમાં ધરાવવા બનાવો સુખડી

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 05:03 PM

શીતળા સાતમના દિવસે શીતળા માતાને સુખડીનો પ્રસાદ જરૂર ધરાવવામાં આવે છે

  • Try delicious Traditional recipe of Sukhadi for Shitla Satam Prasad
    આ સુખડી રાંધણ છઠ્ઠના દિવસે જ બનાવી લેવામાં આવે છે

    રેસિપિ ડેસ્ક: શીતળા સાતમના દિવસે શીતળા માતાને સુખડીનો પ્રસાદ જરૂર ધરાવવામાં આવે છે. આ સુખડી રાંધણ છઠ્ઠના દિવસે જ બનાવી લેવામાં આવે છે. આ વખતે શીતળા સાતમ 2 સપ્ટેમ્બર, રવિવારે છે. તમે પણ નોંધી લો સુખડી બનાવવાની રેસિપિ અને બનાવો તમારા જ ઘરે.

    સુખડી
    સામગ્રી


    એક કપ ઘઉંનો લોટ
    એક કપ ઘી
    એક કપ છીણેલો ગોળ


    રીત


    સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઇમાં ઘઉંના લોટને ઘીમાં શેકી લો. લોટ લાલ ન થઈ જાય તેવું ધ્યાન રાખવું. લોટ શેકાઇ જાય અને સરસ સુગંધ આવવા લાગે એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી બરાબર હલાવી દો.


    આ દરમિયાન એક થાળીને ઘીથી ગ્રીસ કરીને નાખવી અને કડાઇમાં તૈયાર થયેલ સુખડીને થાળીમાં પાથરી દો. બરાબર સમથળ લેવલ કરી સુખડી ગરમ હોય ત્યારે જ તેના પીસ કરી દેવા. ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લો.

    વીકેન્ડમાં ટ્રાય કરો સોજીની ક્રિસ્પી પાણીપૂરી, ઘરમાં બધાં કહેશે વાહ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ