Home » Recipes » Gujarati Recipes » Try delicious traditional Gujarati recipe Bajra vada for Shitla satam

રાંધણ છઠ્ઠ નિમિત્તે બનાવો ટ્રેડિશનલ ગુજરાતી વાનગી બાજરીનાં વડાં

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 12:25 PM

શુક્રવાર અને શનિવારે બધાંના ઘરે અવનવી વાનગીઓ બનાવવાની શરૂ થઈ જાય છે

  • Try delicious traditional Gujarati recipe Bajra vada for Shitla satam
    રાંધણ છઠ્ઠના દિવસે બનાવી શીતળા સાતમના દિવસે ઉપયોગમાં લઈ શકાય છે

    રેસિપિ ડેસ્ક: રવિવાર, 2 સપ્ટેમ્બરે શીતળા સાતમ છે. શીતળા સાતમના દિવસે રસોઇ ન બનાવવાની હોવાથી શુક્રવાર અને શનિવારે બધાંના ઘરે અવનવી વાનગીઓ બનાવવાની શરૂ થઈ જાય છે. શીતળા સાતમ માટે અમે લાવ્યા છીએ બાજરીના વડાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને બનાવો તમે પણ.


    બાજરીનાં વડાં
    સામગ્રી


    દોઢ કપ બાજરીનો લોટ
    એક ચમચી લાલ મરચું
    અડધી ચમચી હળદર
    એક ચમચી ધાણાજીરું
    એક ચમચી તલ
    તળવા માટે તેલ
    એક કપ ઝીણી સમારેલી કોથમીર
    એક ટેબલસ્પૂન દહીં
    સ્વાદ અનુસાર મીઠું
    લોટ બાંધવા માટે પાણી


    રીત


    સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરીનો લોટ લો. ત્યારબાદ તેમાં કોથમીર, મરચું, હળદર, દહીં, સ્વાદ અનુસાર મીઠું અને તલ નાખી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ધીરે-ધીરે પાણી ઉમેરતા જાઓ અને વડા માટે મિડિયમ લોટ બાંધી લો. હવે આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે અકબાજુ મૂકી દો.


    ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી નાના-નાના ગોળા બનાવો અને હાથથી જ દબાવીને વડાનો આકાર આપો. આ દરમિયાન ગેસ પર તેલ કરવા કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે મિડિયમ આંચે વડાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાં. તૈયાર છે બાજરીનાં વડાં.


    આ વડાં બે દિવસ સુધી બગડતાં નથી એટલે રાંધણ છઠ્ઠના દિવસે બનાવી શીતળા સાતમના દિવસે ઉપયોગમાં લઈ શકાય છે.

    કાનુડાને પ્રસાદમાં ધરાવો કલાકંદ, ખૂબજ સરળ છે રેસિપિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ