વીકેન્ડમાં ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ફાફડા

ફાફડા એ ગુજરાતની ટ્રેડિશનલ ડિશ છે

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 10:00 AM
ગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીન
ગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીન

રેસિપિ ડેસ્ક: ફાફડા એ ગુજરાતની ટ્રેડિશનલ ડિશ છે. ગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીન એટલે રવિવારની સવારે લાઇનમાં ઊભા રહીને પણ નાસ્તા માટે ફાફડા લઈ આવે. આજે અમે આવા જ સોફ્ટ અને ટેસ્ટી ફાફડા ઘરે બનાવવાની રેસિપિ લાવ્યા છીએ તમારા માટે. નોંધી લો રેસિપિ અને વીકેન્ડમાં બનાવી ખુશ કરી દો ફેમિલીને.


ફાફડા
સામગ્રી


- બે કપ ચણાનો લોટ
- પાંચ ટીસ્પૂન તેલ
- અડધી ચમચી અજમો
- બે ટી સ્પૂન પાપડ ખારો
- અડધી ચમચી મીઠું
- તળવા માટે તેલ


રીત


એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, ખારો અને પાણી ભેળવો. ખારાને બદલે બેકિંગ સોડા વાપરી શકાય. તેમાં અજમો અને પાંચ ટીસ્પૂન તેલ મિક્સ કરો. તેનો લોટ બાંધો. પરાઠાથી કડક અને પુરીથી નરમ લોટ બાંધો. સાત મીનિટ સુધી લોટને મસળીને બાંધવો. લોટને અડધો કલાક રહેવા દો. ત્યારબાદ લોટને ફરી મસળી લો અને વેલણ જેવો લાંબો લોયો બનાવો. ત્યારબાદ લોયાના ટુકડા કરી દો. પછી એક લૂઓ લો અને હાથથી દબાવીને પાટલી પર હથેળીથી ખેંચો. ચપ્પાની મદદથી તેને ઉખાડો. આ રીતે દરેક લૂઆને બનાવીને થાળીમાં રાખો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ફાફડા નાંખો અને તેને તળો. તે તૈયાર થાય એટલે તેને એબસોર્બ પેપર પર કાઢો. જેથી વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે ક્રિસ્પી ફાફડા. તેને ચટણી અને તળેલા મરચાની સાથે સર્વ કરી શકાય છે.

બાળકો માટે વીકેન્ડમાં બનાવો ઢોસા સેન્ડવીચ, નહીં જીદ કરે બહાર જમવા જવાની

X
ગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીનગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App