વધેલા રોટલામાંથી બ્રેકફાસ્ટ માટે માત્ર 10 જ મિનિટમાં બનાવો વઘારેલો રોટલો

divyabhaskar.com

Dec 04, 2018, 03:40 PM IST
કોથમીર ભભરાવી ગરમ-ગરમ જ મજા લૂંટો
કોથમીર ભભરાવી ગરમ-ગરમ જ મજા લૂંટો

રેસિપિ ડેસ્ક: શિયાળામાં રોટલા તો અવારનવાર બધાંના ઘરે બનતા જ હોય છે. રોટલો વધે તો તેમાંથી પણ ખૂબજ ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. માત્ર 10 જ મિનિટમાં વધેલા રોટલામાંથી બની જશે ખૂબજ ટેસ્ટી વઘારેલો રોટલો. વઘારેલો રોટલો કાઠિયાવાડમાં ખૂબજ ફેમસ છે, તમે પણ ખાશો તો, વારંવાર મન થશે ખાવાનું.

વઘારેલો રોટલો
સામગ્રી


1 રોટલો
તેલ વઘાર માટે
જીરું
રાઇ
હિંગ
છાસ
લસણની ચટણી
મીઠો લીમડો
મરચું
મીઠું
ગરમ મસાલો
હળદર
ધાણાજીરુ


રીત


તેલ ગરમ કરી રાઇ, જીરું, હિંગ, મીઠો લીમડો નાખી હળદર નાખો. પછી લસણની ચટણી, નાખી તરત જ છાસ નાખો. પછી ભાગેલો રોટલો નાખી મીઠુ, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર ઉકળવા દો. દસ મિનિટ ઉકળવા દઈ ઉપર કોથમીર ભભરાવી ગરમ-ગરમ જ મજા લૂંટો.

બહું ખાધી લાલ પાવભાજી, નવિનતામાં ટ્રાય કરો સુરતની ખૂબજ ફેમસ 'ગ્રીન પાવભાજી'

X
કોથમીર ભભરાવી ગરમ-ગરમ જ મજા લૂંટોકોથમીર ભભરાવી ગરમ-ગરમ જ મજા લૂંટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી