બાળકોને લંચબોક્સમાં આપવા બનાવો ફૂલવડી, હેલ્ધી રહેશે અને બજારના નાસ્તા કરતાં સસ્તી પણ પડશે

ફૂલવડીને જમવા સાથે ફરસાણ સાથે માણી શકાય છે અને ચા કે કૉફી સાથે નાસ્તા તરીકે પણ માણી શકાય છે

divyabhaaskar.com | Updated - Dec 06, 2018, 10:00 AM
ફૂલવડી ઠંડી થઈ જાય એટલે એક એરટ
ફૂલવડી ઠંડી થઈ જાય એટલે એક એરટ

રેસિપિ ડેસ્ક: ફૂલવડી ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. ફૂલવડીને જમવા સાથે ફરસાણ સાથે માણી શકાય છે અને ચા કે કૉફી સાથે નાસ્તા તરીકે પણ માણી શકાય છે. બાળકોને લંચબોક્સમાં રોજ શું આપવું એ ચિંતા સતાવતી હોય તો આ ટ્રેડિશનલ ગુજરાતી નાસ્તો આપી શકાય છે. બજારના તૈયાર નાસ્તા કરતાં સસ્તી પણ પડશે અને હેલ્ધી પણ રહેશે.

ફૂલવડી
સામગ્રી

250 ગ્રામ કરકરા ચણાનો લોટ
મરી
ધાણાનાં ફાળિયા
ખાંડ
તેલ પ્રમાણસર
મીઠું સ્વાદાનુસાર
મરચું
હળદર
ધાણાજીરું
હીંગ
સોડા
દહીં

રીત


ચણાના લોટમાં તેલ અને દહીં નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ધાણા, ખાંડ, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, હીંગ, સોડા અને મરી નાખી લોટને એક કલાક માટે ઢાંકીને મૂકી દો. કલાક બાદ તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ખીરામાં એક ચમચો ગરમ તેલ નાખો અને મિક્સ કરી લો. ત્યારબાદ કઢાઇ પર ફૂલવડીનો ઝારો મૂકો લોટ ઘસીને ફૂલવડી પાડો. ફૂલવડી મધ્યમતાપે તળવી. ફૂલવડી લાલ થાય એટલે ઝારાથી તેલ નીતારી એક પ્લેટમાં કાઢી લો.


- ફૂલવડી ઠંડી થઈ જાય એટલે એક એરટાઇટ ડબ્બામાં ભરી લો અને ચા સાથે નાસ્તામાં માણો.

શિયાળામાં ચોક્કસથી બનાવો વર્ષોથી પંજાબનાં ગામડાંની સ્ટાઇલમાં સરસો કા સાગ

X
ફૂલવડી ઠંડી થઈ જાય એટલે એક એરટફૂલવડી ઠંડી થઈ જાય એટલે એક એરટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App