બ્રેકફાસ્ટ માટે બનાવો ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાતરાં

ગુજરાતીઓ ખાવા-પીવાના ખૂબજ શોખીન છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 04:21 PM
બ્રેકફાસ્ટ માટે, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ
બ્રેકફાસ્ટ માટે, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ

રેસિપિ ડેસ્ક: ગુજરાતીઓ ખાવા-પીવાના ખૂબજ શોખીન છે. એટલે જ ગુજરાતી વાનગીઓ પણ એટલી જ ટેસ્ટી હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાતરાની રેસિપિ. બનાવો બ્રેકફાસ્ટ માટે, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ.

પાતરા
સામગ્રી


10 નંગ અળવીનાં પાન


પેસ્ટ માટે


3 કપ ચણાનો લોટ
1 ચમચી આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
સ્વાદ અનુસાર મીઠું
3/4 ગોળ
1 લીંબુ
2 ચમચી તેલ


વઘાર માટે


3 ચમચા તેલ
રાઇ
તલ
મીઠો લીમડો
લીલા મરચાના ટુકડા
થોડી ઝીણી સમારેલી કોથમરી
હિંગ


ગાર્નિશ માટે

છીણેલું નારિયલ
ઝીણી સમારેલી કોથમીર


રીત


સૌપ્રથમ એક બાઉલમાં પેસ્ટ માટે તેમાં આદુ-મરચાની પેસ્ટ, ગોળ, હળદર, લાલમરચું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુનો રસ નાંખીને થોડું પાણી નાંખીને ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેને સાઈડમાં મૂકી દો.


ત્યારબાદ અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. પાનના ઠૂંઠાને કાપી દો. હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવો. આ રીતે એક બીજું પાન રાખો પછી એના પર પેસ્ટ લગાડો. પછી આ રીતે ત્રીજા પાન રાખો અને પેસ્ટ લગાડો. પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે. અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. પછી તાપને બંદ કરી કાઢી લો. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી લો.


હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. ત્યારબાદ અંદર કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપે શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.

ઘરે જ બનાવો ઉત્તરભારતની જાણીતી વાનગી બાલુશાહી, બની જશે ફટાફટ

X
બ્રેકફાસ્ટ માટે, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશબ્રેકફાસ્ટ માટે, ઘરમાં બધાં થઈ જશે ખુશ-ખુશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App