શિયાળાની ઠંડીમાં ડિનરમાં માણો ગરમાગરમ લસણિયા બટાટા

divyabhaskar.com

Dec 06, 2018, 10:00 AM IST
ઠંડીમાં ગરમાગરમ લસણિયા બટાટા ડિનરમાં મળી જાય તો ચોક્કસથી મજા આવી જાય
ઠંડીમાં ગરમાગરમ લસણિયા બટાટા ડિનરમાં મળી જાય તો ચોક્કસથી મજા આવી જાય

રેસિપિ ડેસ્ક: લસણિયા બટાટા ટ્રેડિશનલ કાઠિયાવાડી વાનગી છે. શિયાળામાં તો ગરમાગરમ લસણિયા બટાટા ખાવાની મજા જ અલગ છે. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ લસણિયા બટાટા ડિનરમાં મળી જાય તો ચોક્કસથી મજા આવી જાય. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

લસણિયા બટાટા
સામગ્રી


1 કપ ચણાનો લોટ
1/4 ચમચી હળદર
2 ચમચા તેલ
3/4 ચમચી લાલ મરચું
1/2 કપ દહી
10 કળી લસણની
1 ચમચી જીરુ
2 ચમચી ધાણાજીરુ
300 ગ્રામ બેબી બટાટા
1 મોટો ચમચો સમારેલી કોથમીર
1/2 ચમચી ગરમ મસાલો
તળવા માટે તેલ
મીઠું સ્વાદાનુસાર


રીત


બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો. જીરુ ગરમ થાય અને તડતડ થાય એટલે તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો ઉપર.

બહું ખાધી લાલ પાવભાજી, નવિનતામાં ટ્રાય કરો સુરતની ખૂબજ ફેમસ 'ગ્રીન પાવભાજી'

X
ઠંડીમાં ગરમાગરમ લસણિયા બટાટા ડિનરમાં મળી જાય તો ચોક્કસથી મજા આવી જાયઠંડીમાં ગરમાગરમ લસણિયા બટાટા ડિનરમાં મળી જાય તો ચોક્કસથી મજા આવી જાય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી