ઈન્સ્ટન્ટ ખમણ / કોઈપણ સમયે બેસનમાંથી ઈન્સ્ટન્ટ બનાવો હોમ મેડ,જ્યૂસી અને સ્પોંજી ખમણ

divyabhaskar.com | Updated - Jan 30, 2019, 06:21 PM
Try delicious and yummy recipe of Instant Khaman from Besan

રેસિપી ડેસ્ક: ઘરમાં અચાનક મહેમાન આવ્યા હોય કે કોઈપણ પ્રસંગ હોય ત્યારે ઘરે જ બેસનમાંથી બનાવી શકાય છે સેમ ટુ સેમ માર્કેટ જેવાં જ જ્યૂસી અને સ્પોંજી ખમણ. ઈન્સ્ટન્ટ ખમણની આ રેસિપી તમે પણ ટ્રાય કરો.


ખમણ

સામગ્રી
-એક કપ પાણી
-એક કપ બેસન
-અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ
-દોઢ ટીસ્પૂન ખાંડ
-એક ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-દોઢ ટીસ્પૂન ઇનો (ફ્રૂટ સોલ્ટ)
-ચપટી હળદર
-એક ટીસ્પૂન મીઠું


વઘાર માટે
-બે ટીસ્પૂન તેલ
-એક ટીસ્પૂન રાઈ
-બે લીલા મરચાં ઝીણા સમારેલા
-ચપટી હિંગ
-એક ટીસ્પૂન તલ (નાખવા હોય તો)
-બે ટીસ્પૂન ખાંડ અને
-એક વાટકી પાણી હૂંફાળું મિક્સ કરવું

રીત
એક તપેલામાં પાણી નાખી પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. આ પાણીમાંથી અડધો કપ પાણી કાઢી લો. ત્યારબાદ વધેલાં પાણીમાં ધીમે-ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરું ફૂલી જશે. આ મિશ્રણને હલાવતાં-હલાવતાં જ થાળીમાં રેડી લો. 15થી 20 મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે પછી લીલા મરચાંના ટુકડા, તલ અને હિંગ ઉમેરો. થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. હવે તેનાં પર સાઈડમાં કાઢી રાખેલું હૂંફાળું ખાંડનું પાણી રેડો પછી તેના પર કોથમીર અને કોપરાનું છીણ નાખીને સર્વ કરી શકો છો.

X
Try delicious and yummy recipe of Instant Khaman from Besan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App