Divya Bhaskar

Home » Recipes » Gujarati Recipes » Try delicious and Yummy recipe of Bhavnagari Ganthiya for Shitla satam

શીતળા સાતમ માટે ઘરે જ બનાવો ભાવનગરી ગાંઠિયા

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 01:25 PM

ભાવનગરી ગાંઠિયા વર્લ્ડ ફેમસ છે

  • Try delicious and Yummy recipe of Bhavnagari Ganthiya for Shitla satam
    ગાંઠિયા માટે લોટ રોટલીના લોટ કરતાં પણ વધુ સોફ્ટ હોવો જોઇએ

    રેસિપિ ડેસ્ક: ભાવનગરી ગાંઠિયા વર્લ્ડ ફેમસ છે. ભાવનગરી ગાંઠિયા ઘરે પણ બનાવી શકાય છે. શીતળા સાતમ માટે બધાંના ઘરે અવનવી વાનગીઓ બનાવવાની શરૂઆત થઈ જ ગઈ છે. માટે જ અમે લાવ્યા છીએ ભાવનગરી ગાંઠિયાની રેસિપિ. તો તમે પણ બનાવો તમારા રસોડે.


    ભાવનગરી ગાંઠિયા
    સામગ્રી


    250 ગ્રામ ગાંઠિયા
    અડધો કપ તેલ
    દોઢ ચમચી મીઠું
    અડધી ચમચી બેકિંગ સોડા
    એક નાની ચમચી અજમો
    ચપટી હિંગ
    દોઢ ચમચી વાટેલાં કાળામરી
    તળવા માટે તેલ


    રીત


    સૌપ્રથ એક મોટા બાઉલમાં બેસન લો. લોટ બાંધવા માટે તેલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અંદર મીઠું અને સોડા નાખી મિક્સ કરી આ તેલને બેસનમાં મિક્સ કરી દો. ત્યારબાદ બેસનમાં હિંગ, કાળામરી અને અજમો મસળીને નાખો અને મસળીને થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરો.


    ભાવનગરી ગાંઠિયા માટે લોટ એકદમ સોફ્ટ હોવો જરૂરી છે. આટલો લોટ બાંધવા માટે લગભગ પોણો કપ પાણી લાગશે. લોટને લગભગ 10 મિનિટ સુધી ફેંટીને તૈયાર કરવો.


    ત્યારબાદ સેવ પાડવાના સંચામાં મોટી જાણી સેટ કરો અને હાથમાં થોડું તેલ લગાવી લોટ અંદર ભરો. બીજી તરફ તેલ ગરમ કરવા મૂકવું. ગાંઠિયા માટે તેલ મિડિયમ ગરમ હોવું જોઇએ. તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં ગાંઠિયા પાડવા. એકવારના ગાંઠિયા તળાતાં લગભગ 2 મિનિટ લાગે છે. તૈયાર છે ક્રિસ્પી અને સોફ્ટ ગાંઠિયા.

    - ગાંઠિયા માટે લોટ રોટલીના લોટ કરતાં પણ વધુ સોફ્ટ હોવો જોઇએ.
    - આ ગાંઠિયાને એરટાઇટ ડબ્બામાં એક-દોઢ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.

    ઉપવાસમાં બનાવો ફરાળી બટાકાવડા, બની જશે ફટાફટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending