લસણની સૂકી ચટણી વગર સ્વાદ અધૂરો રહેશે શિયાળું વાનગીઓનો, નોંધી લો રેસિપિ

divyabhaskar.com

Dec 03, 2018, 01:26 PM IST
રેસિપિ સાવ સરળ છે જ્યારે લાગશે ખૂબજ ટેસ્ટી
રેસિપિ સાવ સરળ છે જ્યારે લાગશે ખૂબજ ટેસ્ટી

રેસિપિ ડેસ્ક: લસણની ચટણી વગર શિયાળાની મજા અધૂરી જ ગણાય. લસણની લીલી અને સૂકી એમ બે ચટણી બનાવવામાં આવે છે. લીલા લસણની ચટણી તાજી-તાજી ખાવા માટે બનાવવામાં આવે છે જ્યારે સૂકા લસણની લાલ ચટણીને સ્ટોર પણ કરી શકાય છે. આ ચટણીને સીધી પણ ખાઇ શકાય છે અને કેટલીક વાનગીઓમાં નાખી વાનગીઓના સ્વાદમાં વધારો પણ કરી શકાય છે. આજે અમે લાવ્યા છીએ લસણની સૂકી ચટણીની રેસિપિ. રેસિપિ સાવ સરળ છે જ્યારે લાગશે ખૂબજ ટેસ્ટી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


લસણની સૂકી ચટણી
સામગ્રી


1/4 કિગ્રા કાશ્મીરી આખા મરચા
2 સૂકા લસણની કળીઓનો ગાંઠો
1 મોટો ચમચો ધાણા
1 મોટો ચમચો સફેદ તલ
1 નાની ચમચી જીરું
મીઠું સ્વાદાનુસાર

રીત


લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લો. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લો. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. આ ચટણીનો ઉપયોગ આપ કોઈપણ વસ્તુમાં કરી શકો છો.

બહું ખાધી લાલ પાવભાજી, નવિનતામાં ટ્રાય કરો સુરતની ખૂબજ ફેમસ 'ગ્રીન પાવભાજી'

X
રેસિપિ સાવ સરળ છે જ્યારે લાગશે ખૂબજ ટેસ્ટીરેસિપિ સાવ સરળ છે જ્યારે લાગશે ખૂબજ ટેસ્ટી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી