Home » Recipes » Gujarati Recipes » Try delicious and Yummy Kankoda nu Shak recipe for Shitla satam

શીતળા સાતમ માટે બનાવો કંકોડાનું શાક, નહીં બગડે બે દિવસ સુધી

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 10:00 AM

શીતળા સાતમના દિવસે કોઇના ઘરે રસોઇ નથી બનતી

  • Try delicious and Yummy Kankoda nu Shak recipe for Shitla satam
    શાકમાં જરા પણ પાણી ન હોવાથી બે દિવસ સુધી બગડશે નહીં

    રેસિપિ ડેસ્ક: 2 સપ્ટેમ્બર, રવિવારે શીતળા સાતમ છે. શીતળા સાતમના દિવસે કોઇના ઘરે રસોઇ નથી બનતી. માટે રાંધણ છઠ્ઠના દિવસે જ બધાંના ઘરે રસોઇ બનાવી દેવામાં આવે છે. કંકોડાના શાકમાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી તે બે દિવસ સુધી બગડતું નથી. માટે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ કંકોડાના શાકની રેસિપિ.

    કંકોડાનું શાક
    સામગ્રી

    અઢીસો કંકોડા
    અડધી ચમચી રાઇ
    અડધી ચમચી અજમો
    ચપટી હિંગ
    એક ચમચી લાલ મરચું
    એક ચમચી ધાણાજીરું
    પા ચમચી હળદર
    એક લીંબુ
    વઘાર માટે તેલ
    ચમચી ખાંડ


    રીત

    સૌપ્રથમ કંકોડાંને બરાબબર ધોઇને પાતળી-પાતળી ચીરીઓમાં સમારી લો. ત્યારબાદ એક કડાઇમાં વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ, અજમો અને હિંગ નાખી તડતડવા દો. તડતડી જાય એટલે અંદર કંકોડાં નાખો. ત્યારબાદ હળદર, મરચું, મીઠું અને ધાણાજીરું નાખી બરાબર હલાવી દો. ગેસને એકદમ ધીમો રાખવો અને કડાઇપર થાળીમાં પાણી મૂકી ચડવા દો. શાકમાં જરા પણ પાણી ન નાખવું. વરાળથી સરસ ચઢી જશે.


    થોડી-થોડી વારે શાક ચેક કરતા રહેવું. શાક ચઢી જાય એટલે લીંબુ અને ખાંડ નાખી બરાબર હલાવી દેવું. તૈયાર છે કંકોડાનું ટેસ્ટી-ટેસ્ટી શાક. શાકમાં જરા પણ પાણી ન હોવાથી બે દિવસ સુધી બગડશે નહીં.

    કાનુડાને ભોગ ધરાવો બેંગોલી વાનગી શિન્નીનો, રેસિપિ છે સાવ સરળ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ