મકાઇનું ખીચુ / ગુલાબી ઠંડીમાં બનાવો સાબરકાંઠાનું ફેમસ મકાઇનું ખીચુ, આ છે રીત

divyabhaskar.com | Updated - Jan 29, 2019, 06:24 PM
Try delicious and Yummy Corn Khichu recipe famous in Sabarkantha

  • સાબરકાંઠામાં શિયાળા અને ચોમાસામાં આ ખીચુ બહુ ખવાય છે

રેસિપી ડેસ્ક: સાબરકાંઠામાં શિયાળા અને ચોમાસામાં આ લોટ બહુ ખવાય છે. ગરમા-ગરમ ખાવાની મજા જ અલગ છે. આ ખીચુ બનાવતાં વધારે વાર નહીં લાગે અને ટેસ્ટ એકદમ અદભુત રહેશે.

મકાઇનું ખીચુ બનાવવાની સામગ્રી અને રીત

સામગ્રી

6-7 કળી લસણ
એક ઈંચ આદુનો ટુકડો
5-6 લીલાં મરચાં
પા થી અડધી ચમચી અજમો
સવા બે કપ મકાઇનો લોટ
સ્વાદ અનુસાર મીઠું
બે ચમચી તેલ
ત્રણ ચમચી દહીં

વઘાર માટે

5 ચમચી તેલ
અડધી ચમચી રાઇ
અડધી ચમચી જીરું
મીઠો લીમડો
પા ચમચી હળદર
એક આખુ લાલ મરચું


રીત

સૌપ્રથમ મિક્સર જારમાં લસણ, આદુ, લીલાં મરચાં અને અજમો લઈ ક્રશ કરી લો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો અને ચાર કપ પાણી નાખો. સાથે જ બે ચમચી તેલ અને અચાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ અંદર આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પાણી ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે અંદર ધીરે-ધીરે મકાઇનો લોટ નાખતા જાઓ અને વેલણથી હલાવતા રહો. વેલણથી બરાબર હલાવીને બરાબર મિક્સ કરી લો. અંદર જરાપણ ગાંઠા ન રહી જાય. મિશ્રણ એકદમ સ્મૂધ થઈ જાય એટલે અંદર ત્રણ ચમચી દહીં નાખો અને ફરી બધું જ મિક્સ કરી દો. ત્યારબાદ ઢાંકીને ધીમી આંચ પર ચાર મિનિટ ચઢવા દો.

ત્યારબાદ વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ, જીરું, મીઠો લીમડો, હળદર અને લાલ મરચું નાખો. બધુ તતડી જાય એટલે આ વઘાર મકાઇના લોટ પર રેડો અને ગરમાગરમ સર્વ કરો.

X
Try delicious and Yummy Corn Khichu recipe famous in Sabarkantha
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App