Home » Recipes » Gujarati Recipes » Try delicious and very yummy recipe of Green methi Shakkarpara for Kids Lunchbox

બાળકોને નાસ્તામાં આપવા બનાવી રાખો લીલી મેથીના શક્કરપારા, ટેસ્ટની સાથે સચવાશે હેલ્થ પણ

Divyabhaskar.com | Updated - Dec 25, 2018, 01:24 PM

બજારના તૈયાર નાસ્તા મોંઘા તો પડતા જ હોય છે

  • Try delicious and very yummy recipe of Green methi Shakkarpara for Kids Lunchbox
    બાળકો માટે જ ઘરે જ કોરા નાસ્તા બનાવી રાખીએ તો એકાદ મહિના સુધી બગડતા નથી

    રેસિપિ ડેસ્ક: બાળકોને નાસ્તામાં રોજ અવનવું જોઇએ. બજારના તૈયાર નાસ્તા મોંઘા તો પડતા જ હોય છે, સાથે-સાથે એ હેલ્થ માટે કેટલા યોગ્ય રહેશે એ સવાલ પણ સતાવતો જ હોય છે. બાળકો માટે જ ઘરે જ કોરા નાસ્તા બનાવી રાખીએ તો એકાદ મહિના સુધી બગડતા નથી અને બાળકો હોંશે-હોંશે ખાય પણ ખરાં. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

    લીલી મેથીના શક્કરપારા
    સામગ્રી


    2 વાટકી ઘઉંનો લોટ
    1 વાટકી મેંદો
    2 વાટકી સમારેલી મેથી
    2 ચમચી મરચું
    2 ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ
    1 ચમચી તલ
    1 ચપટી હળદર
    તેલ તળવા માટે
    મીઠું સ્વાદાનુસાર


    રીત


    બંને લોટને એક થાળીમાં ભેગા કરી લો. પછી તેમાં સમારેલી મેથીની ભાજી તેમજ ઉપર જણાવેલો બધો જ મસાલો જોઈતા પ્રમાણમાં ઉમેરી દો. બે ચમચા તેલનું મોણ નાખી શક્કરપારાનો લોટ બાંધી લો. લોટને સરખી રીતે મસળી લુવા કરી પાટલી પર પાતળા શક્કરપારા કાપી લો. આ દરમિયાન એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં, ધીમા તાપે શક્કરપારાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. આ શક્કરપારાને પેપર નેપકિન પર મૂકીને થોડીવાર માટે ઠંડા કરી લો. શક્કરપારા ઠંડા થાય એટલે તેને ડબ્બામાં ભરી બાળકોને કે ઘરના અન્ય સભ્યોને સર્વ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ