રીંગણ ન ભાવતાં હોય એ લોકો પણ ખાશે હોંશે-હોંશે, નોંધી લો ભરેલાં રીંગણની સરળ રેસિપિ

માર્કેટમાં અત્યારે રીંગણ બહું સારાં મળે છે અને શિયાળામાં રીંગણ ખાવાની મજા જ અલગ છે

divyabhaskar.com | Updated - Nov 30, 2018, 02:30 PM
નોંધી લો ખૂબજ ટેસ્ટી ભરેલાં રી
નોંધી લો ખૂબજ ટેસ્ટી ભરેલાં રી

રેસિપિ ડેસ્ક: માર્કેટમાં અત્યારે રીંગણ બહું સારાં મળે છે અને શિયાળામાં રીંગણ ખાવાની મજા જ અલગ છે. રીંગણનું શાક તો વારંવાર બનતું જ હોય છે બધાંના ઘરે, પણ જો ભરેલાં રીંગણ બનાવવામાં આવે તો, જે લોકોને રીંગણ ન ભાવતાં હોય એ લોકો પણ હોંશે-હોંશે ખાય. નોંધી લો ખૂબજ ટેસ્ટી ભરેલાં રીંગણ બનાવવાની રેસિપિ.

ભરેલાં રીંગણ
સામગ્રી


250 ગ્રામ રીંગણ,
1 ટેબલ સ્પૂન કોપરાનુ છીણ,
1/2 ટેબલ સ્પૂન સેકેલા તલ,
1/2 ટેબલ સ્પૂન સેકેલી મગફળી,
સ્વાદમુજબ મીઠુ,
1 ટેબલ સ્પૂન લાલ મરચુ,
1 ડુંગળી સમારેલી,
2 ટેબલ સ્પૂન તેલ,
1 ટેબલ સ્પૂન લસણ(ઝીણુ સમારેલુ),
1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર,
1/4 ટેબલ સ્પૂન હળદર,
1/4 ટેબલ સ્પૂન હીંગ,
ઝીણા સમારેલા ધાણા.


રીત

રીંગણમાં એ રીતે ચીરા લગાવો કે નીચેથી જોડાયેલા રહે. તલ અને મગફળીને કકરી વાટી લો. તેમા મીઠુ, મરચુ, કોપરું, આમચૂર, હળદર મિક્સ કરી રીંગણમાં ભરો. તેલમાં લસણ, ડુંગળીની થોડા સાંતળી નાખો. હવે તેમા ભરેલા રીંગણ નાખી ધીરેથી હલાવો. ઢાંકીને થોડીવાર રીંગણ બફાવા દો. રીંગણ બફાય જાય કે લીલા ધાણા નાખીને ઉતારી લો. લિજ્જતદાર ભરેલા રીંગણ તૈયાર છે. આ શાકને પરાઠા કે ભાત સાથે ગરમાગરમ પીરસો. આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

એકવાર ચોક્કસથી ટ્રાય કરો જબરજસ્ત સોફ્ટ અને ફ્લફી દહીં ભલ્લાની રેસિપિ, જરૂર નહીં પડે બેકિંગ સોડાની પણ

X
નોંધી લો ખૂબજ ટેસ્ટી ભરેલાં રીનોંધી લો ખૂબજ ટેસ્ટી ભરેલાં રી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App