નહીં ખાધા હોય ક્યારેય બાજરીના આલુ મિક્સ મસાલા પરાઠા, શિયાળામાં માણો ચોક્કસથી મજા

divyabhaskar.com

Dec 04, 2018, 01:26 PM IST
પરાઠાને દહીં, ગ્રીન ચટણી, અથાણું કે કોઇપણ ભાવતા શાક સાથે પીરસો.
પરાઠાને દહીં, ગ્રીન ચટણી, અથાણું કે કોઇપણ ભાવતા શાક સાથે પીરસો.

રેસિપિ ડેસ્ક: શિયાળામાં બાજરી ખાવી ખૂબજ હેલ્ધી રહે છે. બાજરીના રોટલા, મુઠિયાં, થેપલા વગેરે તો તમે બધાં બનાવતા જ હશો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ બાજરીના આલુ મિક્સ પરાઠાની રેસિપિ. હટકે સ્વાદવાળા આ પરાઠા હેલ્થમાં પણ રહેશે એકદમ બેસ્ટ.


બાજરીના આલુ મિક્સ મસાલા પરાઠા
સામગ્રી


એક કપ બાજરીનો લોટ
અડધો કપ ઘઉંનો લોટ
ચાર બાફેલાં બટાકાં
અડધી ચમચી આદુની પેસ્ટ
એક લીલું મરચું, ઝીણું સમારેલું
પા ચમચી લાલ મરચું
સ્વાદ અનુસાર મીઠું
પા ચમચી હળદર
પા ચમચી અજમો
બે-ત્રણ ટેબલસ્પૂન કોથમીર ઝીણી સમારેલી
બે ટેબલસ્પૂન દહીં
એક ચમચી તેલ
શેકવા માટે તેલ


રીત


સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરીનો અને ઘઉંનો લોટ લો. અંદર બાફેલાં બટાકાંને છોલીને છીણીને નાખો. ત્યારબાદ અંદર આદુની પેસ્ટ. લીલું મરચું, લાલ મરચું, મીઠું, હળદર, અજમો, કોથમીર અને દહીં નાખી બરાબર મિક્સ કરી લો. દહીં અને બાફેલું બટાકું હોવાના કારણે લોટ બાંઢવા માટે વધારે પાણીની જરૂર નહીં પડે.


ત્યારબાદ જરૂર પૂરતું જ પાણી એડ કરી લોટ બાંધીને તૈયાર કરો.


ત્યારબાદ ગેસ પર તવી ગરમ કરવા મૂકો અને લોટના એકસરખ માપના લુવા બનાવી લો. ત્યારબાદ એક લુવાને અટામણ વાળો કરી ગોળ વણો. ત્યારબાદ ઉપર તેલ લગાવી ડબલ ફોલ્ડ કરો અને ફરી ઉપર તેલ લગાવી ચાર ફોલ્ડ કરી ત્રિકોણ આકાર તૈયાર કરો. હવે આ ત્રિકોણને ફરી અટામણવાળો કરી હળવા હાથે થોડો જડો પરાઠો વણીણે તૈયાર કરો. ત્યારબાદ સાચવીને તવી પર શેકવા મૂકો.

બંને બાજુ થોડું-થોડું તેલ લગાવી ગોલ્ડન ડાઘ પડે એટલા ધીમી-મિડિયમ આંચે શેકી લો. આ જ રીતે બાકીના બધા જ પરાઠા તૈયાર કરી લો.


પરાઠાને દહીં, ગ્રીન ચટણી, અથાણું કે કોઇપણ ભાવતા શાક સાથે પીરસો.

શરદી-ખાંસી જેવી બીમારીઓથી બચાવવાની સાથે હેલ્ધી પણ રાખશે આદુપાક, રોજ ખાઓ આ શિયાળામાં

X
પરાઠાને દહીં, ગ્રીન ચટણી, અથાણું કે કોઇપણ ભાવતા શાક સાથે પીરસો.પરાઠાને દહીં, ગ્રીન ચટણી, અથાણું કે કોઇપણ ભાવતા શાક સાથે પીરસો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી