Home » Recipes » Gujarati Recipes » Try delicious and very yummy Palak Patra for yummy breakfast

અળવીનાં પાન ન મળે અને પાતરાં ખાવાની બહું ઇચ્છા હોય તો બનાવો પાલકમાંથી

Divyabhaskar.com | Updated - Dec 26, 2018, 11:53 AM

પાલક સરળતાથી મળી જાય છે અને અળવીનાં પાન કરતાં પાલક જલદી ચઢી પણ જાય છે

  • Try delicious and very yummy Palak Patra for yummy breakfast
    નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો પાલકનાં પાતરાં

    રેસિપિ ડેસ્ક: ઘણીવાર એવું બનતું હોય છે કે, પાતરાં ખાવાનું મન થાય, પરંતુ માર્કેટમાં સરળતાથી અળવીનાં પાન મળે નહીં. આ સમયે પાલકનાં પણા પાતરાં બનાવી શકાય છે. માર્કેટમાં પાલક સરળતાથી મળી જાય છે અને અળવીનાં પાન કરતાં પાલક જલદી ચઢી પણ જાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો પાલકનાં પાતરાં.


    પાલકના પાતરા
    સામગ્રી

    દસ નંગ મોટા પાલકના પાન
    પચાસ ગ્રામ ચણાનો લોટ
    મીઠું સ્વાદ પ્રમાણે
    અડધી ચમચી હળદર
    ચમચી મરચું
    અડધી ચમચી ખાંડ
    અડધો કપ દહીં
    ચમચી ગરમ મસાલો


    વઘાર માટે


    તેલ
    રાઇ
    તલ
    ખસખસ


    રીત

    સૌપ્રથમ પાલકનાં પાન ધોઈ કોરાં કરવાં. ચણાના લોટમાં બધો મસાલો ઉમેરી દહીં ઉમેરી ચોપડી શકાય તેવું ખીરું તૈયાર કરવું. ત્યારબાદ પાલકનાં પાનમાં લગાવી પાનના વીટા વાળવા અને તેને વરાળથી બાફવા. અળવીનાં પાન કરતાં ઝડપથી બફાઈ જાય છે. બફાઈ ગયા પછી ઠંડા પડે એટલે તેના ટુકડા કરી વઘારવા. વઘારવા પછી ઉપરથી તલ, ખસખસ, કોથમીર ભભરાવવાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ