Jowar Green Onian Rotla / શહેરી લોકોને ભાગ્યે જ ખાધી હશે જુવાર, એકવાર બનાવો 'લીલી ડુંગળી-જુવારના રોટલા', ભૂલાશે નહીં સ્વાદ

શિયાળામાં લીલી ડુંગળી અને જુવાર બંને હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક રહે છે

divyabhaskar.com | Updated - Dec 25, 2018, 02:50 PM
આ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છો
આ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છો

રેસિપિ ડેસ્ક: શિયાળામાં લીલી ડુંગળી અને જુવાર બંને હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક રહે છે. જુવારના સાદા રોટલા ઘણાંના ઘરે બનતા હોય છે, હા જોકે શહેરોમાં ભાગ્યે જ કોઇના ઘરે જુવાર ખવાતી હોય છે. એટલે જ ઘણા લોકોને તો જુવારનો તો ટેસ્ટ પણ ખબર નહીં હોય. જુવાર મીઠું ધાન છે, એટલે જુવારના રોટલા પણ એટલા જ મીઠા લાગે છે.

લીલી ડુંગળી અને જુવારની રોટી
સામગ્રી

1 કપ જુવારનો લોટ
1/2 કપ ઝીણા સમારેલી લીલી ડુંગળી
1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
1 ટીસ્પૂન તેલ
મીઠું સ્વાદાનુસાર
જુવારનો લોટ અટામણ માટે
તાજું દહીં સર્વિંગ માટે


રીત


સૌપ્રથમ જુવારના લોટને એક મોટા વાસણમાં ચાળી લો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, મરચાંની પેસ્ટ, મોણ માટે તેલ અને મીઠું ઉમેરીને કણક બાંધી લો. ત્યારબાદ બાંધેલા લોટમાંથી લુઆ પાડી હળવેથી જુવારના અટામણ સાથે થોડી જાડી કહી શકાય એવી રોટલી વણી લો. હવે નોનસ્ટિક તવા પર દરેક રોટલીને લાઇટ બ્રાઉન છાંટ પડે એમ બંને બાજુ શેકી લો. બંને તરફ સરખી શેકાયેલી રોટી પર ઘી લગાવી તાજા દહીં સાથે ગરમ-ગરમ સર્વ કરો. તમે તેને ગરમા-ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો છો. આ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છો.

X
આ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છોઆ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App