Divya Bhaskar

Home » Recipes » Gujarati Recipes » Try delicious and Quick recipe of Kuler for Nag Pancham Prasad

નાગપાંચમ માટે બનાવો કુલેર, બની જશે માત્ર ત્રણ જ વસ્તુઓમાંથી

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 01:34 PM

ગેસના બિલકુલ પણ ઉપયોગ વગર બનતી કુલેરનો પ્રસાદ ધરાવાય છે નાગપાંચમે

  • Try delicious and Quick recipe of Kuler for Nag Pancham Prasad
    કુલેર બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે

    રેસિપિ ડેસ્ક: 31- ઑગષ્ટ, શુક્રવારના રોજ નાગપાંચમ છે. ગુજરાતમાં લગભગ દરેક ઘરે પ્રસાદ માટે કુલેર બનાવવામાં આવે છે. કુલેર બાજરીના લોટમાંથી બનાવવામાં આવે છે. કુલેર માત્ર ત્રણ વસ્તુઓમાં બનતી કુલેર માટે ગેસનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આજની જનરેશનમાં ઘણા લોકોને કુલેર બનાવતાં નથી આવડતી, એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ કુલેરની સરળ રેસિપિ.

    કુલેર
    સામગ્રી


    બે કપ બાજરીનો લોટ
    એક કપ ઝીણો કતરેલો ગોળ
    અડધો કપ ઘી


    રીત


    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ અંદર ગોળ મિક્સ કરવો. ગોળની એક પણ કણી ન રહે એ રીતે બરાબર મિક્સ કરવો. ત્યારબાદ થોડું-થોડું ઘી ઉમેરતા જાઓ અને મસળતા જાઓ. બધું જ ઘી બરાબર મિક્સ થઈ જાય એટલે તેને બરાબર મિક્સ કરી નાના-નાના લાડુ બનાવી લો.


    તૈયાર છે કુલેરના લાડુ.

    વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી-ટેસ્ટી કબાબ, ચા સાથે ખાશે બધાં હોંશે-હોંશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending