1

Divya Bhaskar

Home » Recipes » Gujarati Recipes » Try delicious Swaminarayan Khichadi Recipe

ઘરે જ બનાવો અક્ષરધામ જેવી ટેસ્ટી અને સોડમથી મહેકતી સ્વામિનારાયણ ખીચડી

Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 04:10 PM IST

લસણ-ડુંગળી ખાતા હોય કે ન ખાતા હોય, પણ સ્વામિનારાયણ ખીચડીના સૌ દિવાના હોય છે

  • Try delicious Swaminarayan Khichadi Recipe
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વામિનારાયણ ખીચડી

    યૂટિલિટી ડેસ્ક: સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય કે ન પાળતા હોય, લસણ-ડુંગળી ખાતા હોય કે ન ખાતા હોય, પણ સ્વામિનારાયણ ખીચડીના સૌ દિવાના હોય છે. અક્ષરધામ જાય કે સ્વામિનારાયણ મંદિર, લોકો આ ખીચડી ખાવાનું નથી ચૂકતા. આજે અમે તમારા માટે લાવ્યા છીએ, અદ્દલ આવી જ ખીચડી ઘરે બનાવવાની રેસિપિ. તો રાહ કોની જુઓ છો? ફટાફટ નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો આજે જ તમે પણ.


    સ્વામિનારાયણ ખીચડી

    સામગ્રી:

    1 કપ ચોખા
    1/2 કપ તુવેર દાળ
    2 નંગ લવિંગ
    1 ટુકડો તજનો
    1/4 ટીસ્પૂન હળદર
    2 ટેબલસ્પૂન ઘી
    2 ટેબલસ્પૂન તાજું દહીં
    2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
    મીઠું સ્વાદાનુસાર


    - શાકભાજી:

    મધ્યમ કદના બટાટા સમારેલા
    1 મધ્યમ કદનું ટામેટું સમારેલું
    1/2 કપ મિક્ષ વેજીટેબલ (વટાણા, ગાજર, કેપ્સિકમ, રીંગણ વગેરે)


    -અન્ય સામગ્રી:

    1 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
    1 ટીસ્પૂન રાઈ
    1/4 ટીસ્પૂન હળદર
    1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
    2 ટેબલસ્પૂન ઘી
    મીઠું સ્વાદાનુસાર


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો સ્વામિનારાયણ ખીચડી બનાવવાની રીત....

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Try delicious Swaminarayan Khichadi Recipe
    સ્વામિનારાયણ ખીચડી

    રીત:


    સૌપ્રથમ તુવેરની દાળ અને ચોખાને ધોઈ લો. ત્યાર બાદ તેને 15 મિનિટ માટે પલાળી દો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ અને હળદર ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરીને સાંતળો. હવે તેમાં બાકીના શાકબાજી ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. અને એકાદ મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરીને તેને ઢાંકીને એકબાજુ મૂકો. હવે એક પ્રેશર કૂકરમાં 2 ચમચી ઘી ગરમ કરો.

    ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં લવિંગ, તજ અને હળધર ઉમેરીને બરાબર સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં તુવેર દાળ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરીને સાંતળો. હવે તેમાં અડધો કપ પાણી અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ચોખા અને વગાર કરેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર વબાદ તેમાં ચાર કપ પાણી ઉમેરીને એકવાર ફરી મિક્ષ કરીને કૂકર બંધ કરી દો. બે સીટી વગાડો. કૂકર ઠંડુ થાય એટલે ખીચડીમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ કઢી સાથે સર્વ કરો.

More From Recipes

Trending