બહારના તેલથી લથબથ નાસ્તાને કહો બાય, ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ ફરસાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી પ્રજા સ્વાદની શોખીન. તેને જમવાના સમયે તો શાક-રોટલી, દાળ-ભાત, સ્વીટ અને ફરસાણ જોઈએ જ. સાથે સાથે જ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વચ્ચેના સમયમાં પણ હરતા-ફરતા કંઈક સ્વાદિષ્ટ નાસ્તાઓ ખાવા જોઈએ જ. આથી ગુજરાતી ઘરોમાં નાસ્તાના ડબ્બા ભરીને રાખેલા જ હોય છે. તમારા ઘરમાં પણ આવી જ ટેવ હશે. જેથી ખાસ અમે કેટલાક પરંપરાગત નાસ્તાઓ લઈને આવ્યા છીએ. જેને બનાવીને ડબ્બામાં ભરી રાખો. પછી માણો તેનો સ્વાદ.

 

 

નોંધી લો ચકરી, આલુ સેવ, ક્રિસ્પી મસાલા થેપલા, પૌઆનો ચેવડો અને સાતપડી પૂરીની રેસિપિ...

 

 

ચકરી

 

સામગ્રી

 

-500 ગ્રામ ઘઉંનો લોટ

-1 ચમચો મલાઈ

-1 ચમચી જીરું

-1 ½ ચમચી તલ

-1 ચમચી અજમો

-1 ચમચી લાલ મરચું

-મીઠું સ્વાદ મુજબ

-તળવા માટે તેલ

 

રીત

 

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધીને ઢોકળીયા કે કુકરમાં વરાળે બાફવા. કુકરમાં થોડુ પાણી લઈ તેના પર ઉંચુ બાઉલ મુકી તેના ઉપર કાણાવાળી ડિશ કે જાળી મુકી તેના પર લોટની પોટલી મુકવી. લોટને સીધુ પાણી અડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે લોટને 10 મિનિટ બાફી લેવો. પછી કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. લોટમાં મલાઈ, અડધો ચમચો તેલ, લાલ મરચું, અજમો, તલ અને પાણી ઉમેરીને રોટલીથી થોડો કડક એવો લોટ બાંધી લેવો. હવે તેને સંચામાં ભરીને ચકરી પાડી લેવી. આ ચકરીને તેલમાં તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચકરી.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નાસ્તાની આવી જ કેટલીક અન્ય રેસિપિ...

અન્ય સમાચારો પણ છે...