રવિવારે સવારના માણો આ ગરમાગરમ નાસ્તાની મજા, નોંધી લો રેસિપિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતીઓના ઘરમાં સવારના મોટાભાગે સૂકાં નાસ્તા જ થતા હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક ચેન્જ માટે આપણે થેપલા, મૂઠિયાં કે ફાફડા પણ સવારના નાસ્તામાં લેવાનું પસંદ કરીએ છીએ. પણ ઘણી વખત પ્રશ્ન થાય કે શું આ સિવાય બીજું કંઈ ન બની શકે નાસ્તામાં? તો આજે તેનો જવાબ અમે લઈને આવ્યાં છે આ 8 વિવિધ રેસિપિ સાથે, તો ચાલો જાણીએ નાસ્તાની વિવિધ વાનગીઓ અને તેની રેસિપિ વિશે...

 

 

નોંધી લો કોબીજ પાલકના મૂઠિયા, ખાંડવી, સિંધી પકોડા, બ્રેડ રોલ, મિક્સ વેજિટેબલ ઢોકળા અને ઈડલી ચાટની ચટાકેદાર રેસિપિ...

 

કોબીજ પાલકના મૂઠિયા

 

સામગ્રી

 

-એક કપ સમારેલી કોબીજ

-એક કપ સમારેલી પાલક

-એક કપ ઘઉંનો જાડો લોટ

-એક ટીસ્પૂન ઢોકળાનો લોટ

-એક કપ ખાટું દહીં

-પાંચ લીલા મરચાં

-અડધા ઇંચ આદુનો ટુકડો

-એક ચપટી ખાવાનો સોડા

-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર

-એક ટીસ્પૂન હળદર

-એક ટીસ્પૂન ધાણાજીરું

-એક ટીસ્પૂન ખાંડ

-એક ટીસ્પૂન તલ

-એક ટીસ્પૂન રાઈ

-એક ટીસ્પૂન જીરું

-અડધી ટીસ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

-હિંગ

 

રીત

 

સૌપ્રથમ ઘઉંના લોટમાં પાલક, કોબીજ અને ઢોકળાનો લોટ ભેળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો. હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો. ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લઈ, એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને તલનો વઘાર કરી લીમડાના પાન નાંખી બધા જ મૂઠિયાને વઘારી લો. બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ-ગરમ સર્વ કરો.

 

આગળની સ્લાઈડમાં ક્લિક કરીને જાણો 8 પ્રકારની બ્રેકફાસ્ટની રેસિપિ...

અન્ય સમાચારો પણ છે...