દૂધીની ખીચડી / રેસિપી: હેલ્ધી અને ટેસ્ટી દૂધીની ખીચડી, લાઈટ ડિનર માટે એકદમ ઉત્તમ

Delicious and very healthy recipe of Dudhi hotchpotch

divyabhaskar.com

Feb 04, 2019, 06:22 PM IST

રેસિપી ડેસ્ક: દૂધી હેલ્થ માટે ઘણી ફાયદાકારક છે. જોકે બહુગુણી દૂધી બહુ ઓછા લોકોને ભાવતી હોય છે. દૂધીનું સાદુ શાક બનાવવાની જગ્યાએ અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે તો, દૂધી ન ભાવતી હોય એ લોકો પણ હોંશે-હોંશે ખાઇ શકે છે. દૂધીનો હલવો, કોફ્તા વગેરે તો તમે બનાવતા હશો, પણ આજે જાણો હેલ્ધી અને ટેસ્ટી દૂધીની ખીચડીની રેસિપી.

દૂધીની ખીચડી

સામગ્રી
250 - 300 ગ્રામ દૂધી
2 - 3 ટેબલસ્પૂન ઘી
7- 8 લીલાં મરચાં
8- 10 લીમડાનાં પાન
1/2 થી 1 ટેબલસ્પૂન આખું જીરું
2-3 ચમચી ખાંડ
શેકેલા સીંગદાણા
લીંબુનો રસ
સ્વાદ અનુસાર મીઠું

રીત
સૌપ્રથમ એક ડિશમાં દૂધી ખમણી લો. હવે એક કડાઇમાં ઘી નાખી ગરમ થાય એટલે જીરું નાખો. જીરું લાલ થાય એટલે તેમાં સમારેલાં લીલાં મરચાં અને મીઠો લીમડો નાખો.

હવે દૂધીમાંથી પાણી કાઢી દૂધી કડાઇમાં નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી દો અને ચડવા દો. ત્યારબાદ થોડું આદુ નાખી હલાવી લો. દૂધી ચડી જાય એટલે તેમાં ખાંડ અને સીંગદાણાનો ભૂકો અને જરૂર પ્રમાણે લીંબુ નાખી બરાબર હલાવી લો. ત્યારબાદ બરાબર ચડી જાય એટલે કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.

X
Delicious and very healthy recipe of Dudhi hotchpotch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી