તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નન્સી પછી વધી ગયેલા ફેટને ઓછું કરવા ટ્રાય કરો આ 9 ખાસ રેસિપિ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ હવે મહિલાઓ પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ જ સભાન થઈ ગઈ છે. તેઓ પોતાના શરીર પર 1 સેમી. પણ ચરબી વધી જાય તો તેને ઉતારવા માટે પરસેવો પાડવા તૈયાર થઈ જાય છે. પરંતુ મોટાભાગની મહિલાઓમાં પ્રેગનેન્સી પછી વજન વધી જતું હોય છે. આ સમયે વજન ઉતારવું થોડુ મુશ્કેલ થઈ જાય છે. એક તો એક્સરસાઈઝનો ટાઈમના મળે અને બીજુ કે તે ડાયટિંગ ન કરી શકે, આખરે પોતાના બાળકનું પણ વિચારવાનું હોય છે તેને. એવામાં અમે ખાસ વજન ઉતારવા માંગતી મહિલાઓ માટે હેલ્ધી પરંતુ વજન ઉતારવામાં મદદરૂપ કેટલીક રેસિપી લઈને આવ્યા છીએ.
મગનું સૂપ
સામગ્રી
-અડધો કપ મગ
-એક ચમચી તેલ
-પા ચમચી જીરું
-ચારથી પાંચ મીઠા લીમડાના પાન
-પા ચમચી હિંગ
-મીઠું સ્વાદ મુજબ
-બે ચમચી લીંબુનો રસ
-બે ચમચી સમારેલી કોથમીર
રીત
મગને ધોઈને 5 કપ પાણી સાથે કુકરમાં 4થી 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. પછી ગેસ બંધ કરી દો અને કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય પછી ઢાંકણ ખોલો. એક પૅનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો. પછી તેમાં પાણી સાથે જ બાફેલા મગ ઉમેરીને ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને લીંબુનો રસ તેમજ કોથમીર મિક્સ કરીને ગરમાગરમ સ્વાદ માણો
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વજન ઉતારવા માટે આવી જ કેટલીક અન્ય રેસિપિ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો