રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આજકાલ બેઠાડુ જીવનના કારણે વજન વધી જવાની સમસ્યા લોકોને બહુ સતાવે છે. દોડભાગવાળા જીવનમાં કસરત કરવાનો કે જીમમાં જવાનો સમય પણ મળતો નથી. એટલે જ આજે તમારા માટે લાવ્યા છીએ 6 એવી વાનગીઓની રેસિપિ, જે તમને ચોક્કસથી મદદ કરશે વજન ઘટાડવામાં.
નોંધી લો વેજિટેબલ કર્ડ રાઇસ, સ્પિનચ સ્મૂધી, સ્પાઈસી કપ કેક, ગ્રીન સલાડ, એલોવેરા જ્યુસ અને ગ્રીન ફ્રૂટી આઇસ ટીની સરળ અને ઝટપટ રેસિપિ...
વેજિટેબલ કર્ડ રાઇસ
સામગ્રી
-દોઢ કપ ભાત
-ત્રણ કપ વલોવેલું દહીં
-એક નંગ કાકડી
-એક નંગ ગાજર
-પા કપ વટાણા
-એક ચમચો તેલ
-એક ચમચી રાઇ
-ચપટી હિંગ
-દસ લીમડાનાં પાન
-બે નાના ટુકડા આદું
-ત્રણ નંગ સમારેલાં લીલાં મરચાં
-મીઠું સ્વાદ અનુસાર
રીત
સૌપ્રથમ કાકડી અને ગાજરને એક ઊંડા બાઉલમાં છીણો. તેમાં તૈયાર ભાત ઉમેરી ચમચાથી સહેજ દબાવીને મિકસ કરો. વટાણાને ઊકળતા પાણીમાં બે-ત્રણ મિનિટ માટે પલાળો પછી નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. તે તડતડે એટલે તેમાં હિંગ, લીમડો, આદું અને લીલાં મરચાં ભેળવી પાંચ સેકન્ડ સાંતળો. આને ભાતના બાઉલમાં નાંખી મિકસ કરો. લીલાં વટાણા અને મીઠું ભેળવો. દહીં ભેળવો. આને લગભગ પાંચ-દસ મિનિટ રાખી ચિલ્ડ સર્વ કરો.
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય વાનગીઓની રેસિપિ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.